Home /News /national-international /VIDEO: 40ની સ્પિડે દોડે છે આ ઘોડો, રેસમાં 8 વખત જીતી ચુક્યો છે બાઈક, જાણો શું છે તેની કિંમત
VIDEO: 40ની સ્પિડે દોડે છે આ ઘોડો, રેસમાં 8 વખત જીતી ચુક્યો છે બાઈક, જાણો શું છે તેની કિંમત
આરાના આ ઘોડાની સ્પિડ જોઈ ભલા ભલાને પરસેવો છુટી જાય
ઘોડાના માલિક તથા આરા નિવાસી કૃષ્ણા પાંડેએ જણાવ્યું કે, બહાદુરની ઉંમર હાલમાં 5 વર્ષ છે. તો વળી 16 મેચમાં ભાગ લીધો છે. જેમાંથી વિજેતા બનીને 8 વાર બાઈક અને 12 વાર દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને પુરસ્કાર જીત્યા છે.
સીવાન: બિહારના સીવાનમાં હાલમાં સિસઈ મેળો આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. અહીં બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી અલગ અલગ જાતના એકથી એક ચડિયાતા ઘોડા આવી રહ્યા છે. જેમાં એક સિંધી નસલનો ઘોડો લોકોને પોતાના તરફથી આકર્ષી રહ્યો છે. મેળામાં આવતા લોકો આ ઘોડાને જોવા માટે ખેંચાયને આવે છે. તો વળી તેમના ખાનપાન અને રેટ જાણીને લોકો પણ દંગ રહી જાય છે. આ ઘોડો કોઈ સાધારણ નહીં પણ અન્ય ઘોડાથી ખૂબ જ શાનદાર છે. તેની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકની છે. આ સિંધી નસલના ઘોડાનું નામ બહાદુર છે. તેના માલિક દર મહિના તેના પર 50 હજાર રૂપિયાનો ખર્ચ કરે છે. આ ઘોડાને સિંધથી લાવવામાં આવ્યો હતો.
હકીકતમાં જોઈએ તો, સિસઈ મેળામાં રેસમાં ભાગ લેવા આવેલા સિંધી નસલના બહાદુર ઘોડાની કિંમત 7થી 8 લાખ રૂપિયા આંકવામાં આવી છે. જો કે, તેના માલિક તેને વેચવા માટે તૈયાર નથી. તો વળી બહાદુરની ઉંમર લગભગ 5 વર્ષ છે. જે રેસમાં ખૂબ જ સ્પિડથી ભાગે છે. જેની સ્પિડના દીવાના દર્શકો થઈ જાય છે. જ્યારે બહાદુર રેસના મેદાનમાં ઉતરે છે, તો લોકો સટ્ટા લગાવવા લાગે છે. કારણ કે દર્શકોને પણ બહાદુરની સ્પિડ ખબર હોય છે કે, તે જ મેચ જીતશે. " isDesktop="true" id="1357526" >
ઘોડાના માલિક તથા આરા નિવાસી કૃષ્ણા પાંડેએ જણાવ્યું કે, બહાદુરની ઉંમર હાલમાં 5 વર્ષ છે. તો વળી 16 મેચમાં ભાગ લીધો છે. જેમાંથી વિજેતા બનીને 8 વાર બાઈક અને 12 વાર દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને પુરસ્કાર જીત્યા છે. કૃષ્ણા પાંડે જણાવે છે કે, તે સતત 8 વખત બાઈક જીત્યો છે. જ્યારે બહાદુર બચ્ચુ હતું ત્યારે તે સેકન્ડ પોઝીશન લાવતો હતો. જ્યારથી તે જવાન થયો ત્યારથી તે પ્રથમ સ્થાન પર આવે ચે. દેશના અલગ અલગ ભાગમાં રેસ થાય છે, ત્યાં તે ભાગ લે છે. આ વખતે પણ સિસઈમાં બહાદુર બાજી મારશે. તેની સ્પિડ આગળ અન્ય કોઈ ઘોડા ટકી શકતા નથી.
ઘી, મધ અને બદામ થાય છે
કૃષ્ણા પાંડે જણાવે છે કે, બહાદુરને દૂધ, બદામ, મધ, ચણા સહિતની વાનગી ખવડાવવામાં આવે છે. મહિનાના લગભગ 50 હજાર રૂપિયા તેના પર ખર્ચ થાય છે. તેની દેખરેખ કરવા માટે 4 લોકો લગાવ્યા છે. જે રાત દિવસ બહાદુરની સેવા કરે છે. તો વળી બે ધોડેસવાર છે, જે તેને રેસમાં દોડાવે છે.
કૃષ્ણા પાંડેએ જણાવ્યું છે કે, તે ઘોડાના શોખિન છે. તેમને ત્યાં ઘોડા પાળવાની પરંપરા કોઈ નવી નથી, પણ વર્ષોથી તેમને ત્યાં ઘોડા રાખવામાં આવે છે. તેમના પૂર્વજો પણ ઘોડા દ્વારા રેસમાં ભાગ લેતા હતા. તેઓ લગભગ 40 વર્ષોથી ઘોડાની રેસમાં ભાગ લે છે. તેમની પાસે હાલમાં 5 ઘોડા છે. જેની કિંમત 5 લાખ, 6 લાખ, 4 લાખ અને અઢી લાખ છે. આ વખતે મેળામાં તેઓ એક રાજસ્થાની ઘોડો પણ લઈ આવ્યા છે. જેની ઉંમર અઢી વર્ષ છે. તેની કિંમત 6 લાખ રૂપિયા છે. જો કે, હાલમાં તે બચ્ચુ છે, એટલા માટે રેસમાં ભાગ લઈ શકશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર