બિહાર: યુવકનું ગળું કાપીને હત્યા, નરાધમોએ યુવકનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું

પ્રતીકાત્મક તસવીર

યુવકની હત્યાથી ગામના લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો, પોલીસે મહામહેનતે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો.

 • Share this:
  પટના: બિહાર રાજ્યના સિતામઢી જિલ્લા (Sitamarhi district)માં એક 18 વર્ષીય યુવકની અજાણ્યા લોકોએ ધારદાર હથિયારથી હત્યા (Murder) કરી નાખી છે. રવિવારે સવારે ગામના લોકો શૌચ માટે નીકળ્યા હતા ત્યારે તેમને યુવકને હત્યા વિશે જાણ થઈ હતી. ગામના લોકો (Villagers)એ ડેમના કિનારે યુવકની લાશ (Dead body) પડેલી જોઈ હતી. મૃતકનું ગુપ્તાંગ પણ કાપી નાખવામાં આવ્યું હતું. પોલીસના જમાવ્યા પ્રમાણે યુવકની બેહરમીપૂર્વક ગળું અને પ્રાઇવેટ પાર્ટ કાપીને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.

  આ કેસ સિતામઢી જિલ્લાના બેલસંડ પોલીસ મથક હેઠળ આવતા ઝાફરપુર ગામનો છે. અહીં બેરહમીપૂર્વક એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. આ અંગે મૃતકના પરિવારજનો અને ગામના લોકોએ પોલીસને માહિતી આપી હતી. ગામના યુવકની હત્યાને પગલે લોકોમાં ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં ગામના લોકો એકઠા થયા હતા.

  આ પણ વાંચો: મોટો નિર્ણય: હેકર્સ તમારી બેંકમાંથી પૈસા ઉઠાવી લે તો બેંક જવાબદાર રહેશે!

  લોકોની માંગણી બાદ ઘટના સ્થળે પોલીસ તરફથી ડૉગ સ્ક્વૉડ પણ બોલાવવામાં આવી હતી. જોકે, પોલીસને હત્યાની કોઈ કડી મળી ન હતી. પોલીસનો ડૉગ બાજુમાં આવેલી નદી પાસે જઈને ઊભો રહી ગયો હતો. પોલીસે શંકાને આધારે ત્રણ લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી રહી છે. યુવકની હત્યા બાદ ગામના લોકો એટલી હદે ગુસ્સે ભરાયા હતા કે પોલીસ અધિકારીના નેતૃત્વમાં એકથી વધારે પોલીસ મથકના પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા. મહામહેનતે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સીતામઢી સરકારી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.

  આ પણ વાંચો: રાજકોટ: મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં બહાર આવી ચોંકાવનારી હકીકત, ઑનલાઇન અભ્યાસમાં બાળકો પોર્નના રવાડે ચડ્યા!

  પ્રાપ્ત વિગત પ્રમાણે મૃતક ચાર ભાઈ-બહેનમાં બીજા નંબરનો હતો. શનિવારે ક્રિકેટ મેચ દરમિયાન યુવક ખૂબ જ સક્રિય હતો. જોકે, બીજા જ દિવસે યુવકની હત્યાથી ગામના લોકો આઘાતમાં છે. સીતામઢી એસપી. અનિલ કુમારે જણાવ્યું કે, આ અંગે કેસ નોંધી લેવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે દોષિતોની ધરપકડ કરી લેવામાં આવશે.

  આ પણ વાંચો: ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે ખેડૂતોની જમીન પચાવી પાડનારા ત્રણ ભૂમાફિયાના નામ કર્યાં જાહેર

  પરિવારના લોકોનું કહેવું છે કે તેમનો પુત્ર સોહેલ શનિવારે સાંજે સાત વાગ્યા સુધી ઘરે હતો. જે બાદમાં તે જોવા મળ્યો ન હતો. પરિવારના લોકો શોધખોળ કરતા હતા ત્યારે સવારે તેનો મૃતદેહ પડ્યો હોવાના સમાચાર મળ્યા હતા. પોલીસને આશંકા છે કે પ્રેમ પ્રકરણમાં આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે. પોલીસ આ મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: