Home /News /national-international /પહેલીવાર દારૂ પીતા પકડાશો તો ઘરે પોસ્ટર લગાવવામાં આવશે, જાણો બીજી વખતમાં નશો કેટલો મોંઘો પડશે

પહેલીવાર દારૂ પીતા પકડાશો તો ઘરે પોસ્ટર લગાવવામાં આવશે, જાણો બીજી વખતમાં નશો કેટલો મોંઘો પડશે

નશો કેટલો મોંઘો પડશે

Liquor Ban: જો તમે એવું વિચારતા હો કે ઘરમાં બેસીને તમે દારૂ પીશો તો કોઈને ખબર નહીં પડે અને કંઈ નહીં થાય તો, તો આવું નથી! એક્સાઈઝ વિભાગની ટીમ હવે ઘરે બ્રેથ એનાલાઈઝર સાથે ઘરે-ઘરે પહોંચી રહી છે.જો તમે દારૂ પીતા પકડાય જાવ તો પ્રથમ વખતમાં માત્ર એક પોસ્ટરના રૂપમાં માત્ર ચેતવણી આપવામાં આવશે પરંતુ બીજી વખત તમે નહીં બચી શકો.

વધુ જુઓ ...
    સમસ્તીપુર. જો તમે એવું વિચારતા હો કે ઘરમાં બેસીને તમે દારૂ પીશો તો કોઈને ખબર નહીં પડે અને કંઈ નહીં થાય તો, તો આવું નથી! એક્સાઈઝ વિભાગની ટીમ હવે ઘરે બ્રેથ એનાલાઈઝર સાથે ઘરે-ઘરે પહોંચી રહી છે.જો તમે દારૂ પીતા પકડાય જાવ તો પ્રથમ વખતમાં માત્ર એક પોસ્ટરના રૂપમાં માત્ર ચેતવણી આપવામાં આવશે પરંતુ બીજી વખત તમે નહીં બચી શકો. ફરીથી દારૂ પીતા પકડાય ગયા તો એક વર્ષની સજા થઈ શકે છે. આબકારી વિભાગની આ કાર્યવાહી બાદ હવે ચોરી છુપાઈને દારૂ પીનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

    બિહારમાં દારૂબંધીનો કાયદો લાગુ થયા બાદ મોટા પાયે દારૂની હેરાફેરી કરનારાઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા બે મહિનાથી આબકારી વિભાગે પણ દારૂડિયાઓને પકડવાની ખાસ કામગીરી હાથ ધરી છે.બીજી તરફ,થોડા દિવસો પહેલા નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન, વિભાગે બુટલેગરોની ધરપકડ કરી. હજારો દારૂ પીનારાઓની ધરપકડ કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ સંઘર્ષ ગાથા: 7 વર્ષની ઉંમરે માતાની છાયા ગુમાવનાર બાળક, આજે બન્યા કોંગ્રેસના હાથના નાથ

    બિહારમાં સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં જે લોકો છૂપી રીતે દારૂ પીવે છે, અને પકડાય જાય છે તો તેમની પાસેથી દંડ વસૂલીને છોડી દેવામાં આવે છે, પરંતુ હવે આબકારી વિભાગ આવા લોકોના ઘર પર પોસ્ટર ચોંટાડવા જઈ રહ્યું છે. આ પોસ્ટર પર નામ, પિતાનું નામ, સરનામું સાથે દારૂ પીવાની તારીખ લખવામાં આવશે. આ સાથે એ પણ લખવામાં આવશે કે પહેલીવાર તમને દારૂ પીવા પર દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યા હતા.

    પોસ્ટર ચોંટાડવા પાછળનો વિચાર શું છે?


    સમસ્તીપુરના એક્સાઇઝ સુપરિન્ટેન્ડેન્ટ એસ કે ચૌધરીનું કહેવું છે કે સરકાર દારૂબંધીના કાયદાને લઈને કડક છે. ઉત્પાદન વિભાગ સતર્ક છે. દારૂડિયાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સૂચના મળ્યા બાદ હવે વિભાગ દારૂના નશામાં પહેલીવાર પકડાયેલા લોકોના ઘરે પોસ્ટર ચોંટાડી રહ્યું છે. વિભાગનું માનવું છે કે આવા પોસ્ટરોથી સામાજિક બદનામી અને નિંદા અસરકારક સાબિત થશે. આ પોસ્ટર એ સ્પષ્ટ ચેતવણી પણ છે કે જો ફરીથી પકડાશે તો જેલ થઈ શકે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bihar News, Liquor Ban

    विज्ञापन
    विज्ञापन