Home /News /national-international /કોઈ કોઈનું નથી: ફક્ત 15 ઈંચ જમીન માટે થઈને કાકીએ ભત્રીજીને કેરોસીન છાંટીને સળગાવી દીધી

કોઈ કોઈનું નથી: ફક્ત 15 ઈંચ જમીન માટે થઈને કાકીએ ભત્રીજીને કેરોસીન છાંટીને સળગાવી દીધી

નાના ભાઈએ પિતાની જમીન મોટા ભાઈને આપી દીધી તેમ છતાં લાલચી ભાભીએ આ કાંડ કર્યો

પીડિત પરિવારનો આરોપ છે કે, તેના મોટા ભાઈની પત્ની દ્વારા ઘરમાં એકલી છોકરી જોઈને કેરોસીન છાંટીને શરીર પર આગ લગાવી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી છોકરી ઉદયપુર ગામના સિંધેશ્વર રામની 14 વર્ષની પુત્રી નેહા કુમારી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Samastipur, India
    સમસ્તીપુર: બિહારમાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. અહીં 15 ઈંચ જમીન માટે થઈને સગી કાકીએ ભત્રીજીને જીવતી સળગાવી નાખી હતી. બાળકીની ગંભીર હાલત જોતા તેને ડીએમસીએચ રેફર કરી છે. આ ઘટના સમસ્તીપુર જિલ્લાના રોસડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ઉદયપુરની છે. ઘટના અંગે મળેલી જાણકારી અનુસાર, જમીન વિવાદને લઈને પંચાયત બોલાવી હતી અને પંચાયત બાદ છોકરીના પિતા સિંધેશ્વર રામ કામ કરવા જતાં રહ્યા હતા. આ દરમિયાન ઘરમાં છોકરી એકલી હતી.

    પીડિત પરિવારનો આરોપ છે કે, તેના મોટા ભાઈની પત્ની દ્વારા ઘરમાં એકલી છોકરી જોઈને કેરોસીન છાંટીને શરીર પર આગ લગાવી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી છોકરી ઉદયપુર ગામના સિંધેશ્વર રામની 14 વર્ષની પુત્રી નેહા કુમારી છે. બાદમાં તેને પરિવાર દ્વારા રોસડા અનુમંડલીય હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સે તેની ગંભીર હાલત જોતા તેને સદર હોસ્પિટલ રેફર કરી હતી.

    આ પણ વાંચો: પંજાબમાં મોટી દુર્ઘટના: રેલવે ટ્રેક નજીક રમી રહેલા ગરીબ બાળકો કચડાયા, 4માંથી 3 બાળકના મોત

    જો કે, સદર હોસ્પિટલમાં પણ પુરતી વ્યવસ્થા ન હોવાના કારણે તેને ડીએમસીએચ રેફર કરી હતી. સદર હોસ્પિટલના તબીબ ડૉ.પીડી શર્માએ કહ્યું કે, ઘાયલ નેહાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેના શરીરનો 80થી 90 ટકા ભાગ સળગી ચુક્યો છે. ઘાયલ નેહાના પિતાને છેલ્લા 10 વર્ષથી પોતાના મોટા ભાઈ સાથે જમીન વિવાદને લઈને ઝઘડા ચાલી રહ્યા હતા. જો કે, વિવાદ ચાલતા પિતાના ભાગની જમીન તેણે મોટા ભાઈને આપી દીધા તેમ છતાં પણ ખાલી 15 ઈંચ જમીન માટે થઈને આ ઘટના બની ગઈ.


    આ મામલાને લઈને પીડિત પરિવાર દ્વારા રોસડા પોલીસને જાણકારી આપવામાં આવી છે. સમસ્તીપુર સદર હોસ્પિટલમાં ડ્યૂટીમાં તૈનાત SI વિનય કુમારે જણાવ્યું છે કે, મામલો જમીની વિવાદ સાથે જોડાયેલ છે અને નિવેદનના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Bihar Crime, Crime news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन