પોલિટેકનિકના સ્ટુડન્ડને પોતાના અપહરણનું રચ્યું નાટક, પિતા પાસેથી માંગી 10 લાખની ખંડણી

પોલીસે સુમિતની ભાળ મેળવવા માટે મોબાઇલ ફોન સર્વેલન્સમાં મૂક્યો, સતત લોકેશન બદલવા છતાં આવી રીતે ઝડપાયો

પોલીસે સુમિતની ભાળ મેળવવા માટે મોબાઇલ ફોન સર્વેલન્સમાં મૂક્યો, સતત લોકેશન બદલવા છતાં આવી રીતે ઝડપાયો

 • Share this:
  સંજય કુમાર, પટના. બિહાર (Bihar)ના પાટનગર પટના (Patna)માં બુધવારે પોલિટેકનિકના એક સ્ટુડન્ટે પોતાના અપહરણ (Kidnapping)નું નાટક રચી પોલીસ અને પરિજનોને કલાકો સુધી પરેશાન કર્યા. ઘટના રાજીવ નગર પોલીસ સ્ટેશનના રોડ નંબર - 18ની છે. અહીં પોલિટેકનિક સ્ટુડન્ટ (Polytechnic Student) સુમિત કુમાર દિવસના સમયે પોતાના ઘરેથી નીકળ્યો. તેના બે કલાક બાદ સુમિતના પિતા સંતોષ કુમાર ઝા અને તેમના મોટા ભાઈ વિનય ઝાના મોબાઇલ પર વોટ્સએપ મેસેજ મોકલીને અપહરણની જાણકારી આપવાની સાથે જ 10 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી.

  ગોપાલગંજના પોલિટેકનિક સ્ટુડન્ટ સુમિત કુમાર ઝાના પિતાએ ઘટનાને લઈ રાજીવ નગર પોલીસ સ્ટેશનને જાણકારી આપી. અપહરણ અને મોબાઇલ પર ખંડણની રકમની માંગ વાત સાંભળતા જ પટના પોલિસ ચોંકી ગઈ. વાત પટના પોલીસના અધિકારીઓ સુધી પહોંચી ગઈ. ત્યારબાદ પોલીસે સુમિતના ફોનને સર્વેલન્સ પર મૂકી દીધો. સુમિતના ફોનના લોકેશનના આધારે પોલીસે તપાસ શરૂ કરી. સ્ટુડન્ટનું મોબાઇલ લોકેશન ક્યારેક પાટલિપુત્ર જંક્શન તો ક્યારેક રાજીવ નગરના પોલશન રોડ બતાવી રહ્યું હતું.

  આ પણ વાંચો, ચાલતી બસમાં ડ્રાઇવરને આવ્યો હાર્ટ અટેક, મોત પહેલા 35 પેસેન્જરનો બચાવ્યો જીવ

  બાદમાં પોલીસે ઘણી મહેનત બાદ તેને પોલશન રોડથી શોધી કાઢ્યો. પટનાના એસએસપી ઉપેન્દ્ર શર્માએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને સુમિતના પિતાનો મહિનાનો પગાર માત્ર 15 હજાર રૂપિયા છે. એવામાં 10 લાખની ખંડણીની વાત પોલીસ પચાવી શકતી નહોતી.

  આ પણ વાંચો, Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ પર બબીતા લાલઘૂમ, Sorryથી પણ ન બની વાત

  પોલીસે સ્ટુડન્ટ સુમિત કુમારને શોધી કાઢ્યા બાદ તેની પૂછપરછ કરી હતી. સુમિત કુમારે પોલીસ પૂછપરછમાં અપહરણનું નાટક જાતે ઘટ્યું હોવાનું સ્વીકારી દીધું હતું. એસએસપીએ જણાવ્યું કે પોલીસ નકલી અપહરણના મામલામાં તપાસ હાથ ધરશે.
  Published by:Mrunal Bhojak
  First published: