Home /News /national-international /Bihar Political Crisis: બિહારમાં NDA ગઠબંધન તૂટ્યું, નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

Bihar Political Crisis: બિહારમાં NDA ગઠબંધન તૂટ્યું, નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

બિહારના રાજકારણમાં (Bihar Political Crisis)નવો ટ્વિસ્ટ આવ્યો

Bihar Political Crisis Updates - સૂત્રોના મતે તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસેથી ગૃહ વિભાગ અને સ્પીકરની માંગણી કરી

પટના : બિહારના રાજકારણમાં (Bihar Political Crisis)નવો ટ્વિસ્ટ આવ્યો છે. બિહારમાં (Bihar)નીતિશ કુમાર ( Nitish Kumar)બીજેપી સાથે સાથ છોડીને મહાગઠબંધન (mahagathbandhan)સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. . બન્ને વચ્ચે ફરી એક વખત ગઠબંધન થઇ ગયું છે. આ પછી નીતિશ કુમારે રાજ્યપાલને મળી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જેડીયુની બેઠકમાં નીતિશ કુમારે કહ્યું કે બીજેપીએ અમને કમજોર કરવાનો પ્રયત્ન કર્યો છે. અપમાનિત કર્યા છે.

નવી સરકારમાં આવી રહેશે ફોર્મ્યુલા


નવી સરકારમાં નીતિશ કુમાર કેટલા મહિના મુખ્યમંત્રી રહેશે તેની ફોર્મ્યુલા પણ તૈયાર થઇ ગઇ છે. સૂત્રોએ જણાવ્યું કે મહાગઠબંધન અને જેડીયુ વચ્ચે ગઠબંધનમાં નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે. જોકે તે શરૂઆતના 8-10 મહિના જ મુખ્યમંત્રી રહેશે. આ પછી તેજસ્વી યાદવને (Tejaswi Yadav)મુખ્યમંત્રીની કમાન સોપવામાં આવશે.

સૂત્રોના મતે શરૂઆતમાં જેડીયુના નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ ઉપ મુખ્યમંત્રી બનશે. જોકે આઠથી દશ મહિના પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદની કમાન તેજસ્વી યાદવને આપી દેશે. તેનું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જશે.

આ પણ વાંચો - OPINION: વીજળી સહિતના મફતમાં આપવાના વચનો ભારતને આર્થિક રીતે કઈ રીતે નુકસાન પહોંચાડે છે?

કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીએ પોતાના ધારાસભ્યોનો સમર્થન પત્ર તેજસ્વી યાદવને સોંપી દીધો છે. પટનામાં થયેલી મહાગઠબંધનની બેઠકમાં તેજસ્વીને આ સમર્થન પત્ર આપ્યો છે. સૂત્રોના મતે તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસેથી ગૃહ વિભાગ અને સ્પીકરની માંગણી કરી છે.

અશ્વિની ચૌબેએ નીતિશ કુમારને પલટૂ રામ કહ્યા


ભાજપાના વરિષ્ઠ નેતા અશ્વિની ચૌબેએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કર્યો છે. અશ્વિની ચૌબેએ નીતિશ કુમારને પલટૂ રામ બતાવતા કહ્યું કે જ્યારે નાશ મનુજ પર આવે છે ત્યારે પહેલા વિવેક મરી જાય છે. ઉલ્લેખનીય છે કે બીજેપી નેતા નીતિશ કુમાર પર બીજેપી નેતા પહેલ પ્રહાર કરતા ન હતા.

એનડીએમાં જ રહીશું - પશુપતિ પારસ


કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના નેતા પશુપતિ પારસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઇને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે દેશ અને વિદેશમાં તેમનો કોઇ વિકલ્પ નથી. આઝાદી પછી તે દેશના સૌથી સારા પીએમ છે. તે 2014થી એનડીએમાં છે અને આગળ પણ એનડીએમાં બન્યા રહેશે.

બિહારમાં સીટોની વાત કરવામાં આવે તો રાજેડી 79, બીજેપી 77, જેડીયુ 45, કોંગ્રેસ 19, લેફ્ટ 16, હમ 4 અને અપક્ષ પાસે 1 સીટ છે.
First published:

Tags: Bihar News, Bihar politics, Nitish Kumar, Tejaswi yadav