Home /News /national-international /શું પ્રશાંત કિશોર મુખ્યમંત્રી નીતિશ કુમારને કોંગ્રેસની નજીક લાવશે? શું બદલશે બિહારની રાજનીતિ?

શું પ્રશાંત કિશોર મુખ્યમંત્રી નીતિશ કુમારને કોંગ્રેસની નજીક લાવશે? શું બદલશે બિહારની રાજનીતિ?

'લાલુ -નિતિશ સાથે રહેવાથી નહીં બદલાય બિહાર' - ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર

Bihar Political News : શકીલ ખાને કહ્યું - પ્રશાંત કિશોર પાસે અનુભવની સાથે ડાટાબેસ પણ છે. પ્રશાંત કિશોર પહેલા જેડીયુમાં પણ રહી ચૂક્યા છે. આ કારણે તેમને સારી રીતે ખબર છે કે જો નીતિશ કુમાર કોંગ્રેસ સાથે આવશે તો NDA માટે આ મોટો ઝટકો સાબિત થશે

વધુ જુઓ ...
    પટના : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant kishor)ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે કોંગ્રેસ (Congress)સાથે વધી રહેલા સંગાથને લઇને ચર્ચામાં છે. પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં જવાની અટકળો વચ્ચે બિહાર કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં આવશે તો પાર્ટીને તેનો ફાયદો બિહારમાં મળી શકે છે. આ નેતાનું કહેવું છે કે બિહાર કોંગ્રેસને પ્રશાંત કિશોરના અનુભવોનો ફાયદો બિહારમાં મળશે. આ નેતાનું માનવામાં આવે તો મુખ્યમંત્રી નીતિશ કુમારથી (Nitish Kumar)પ્રશાંત કિશોરની નજદીકીઓના કારણે બિહારની ધર્મનિરપેક્ષ પાર્ટીઓ એક જુથમાં આવી શકે છે. જેમાં પ્રશાંત કિશોરની ભૂમિકા મહત્વની હોઈ શકે છે.

    બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શકીલ ખાને ન્યૂઝ 18 સાથે વાત કરતા દાવો કર્યો કે પ્રશાંત કિશોર કોંગ્રેસની નજીક આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચૂંટણી રણનીતિકારના બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે સારા સંબંધો છે. જેથી અમને આશા છે કે ઘણા જલ્દી નીતિશ કુમાર અને કોંગ્રેસની સાથે-સાથે ધર્મનિરપેક્ષ પાર્ટીઓ એક સાથે આવી શકે છે.

    શકીલ ખાને કહ્યું કે પ્રશાંત કિશોર પાસે અનુભવની સાથે ડાટાબેસ પણ છે. પ્રશાંત કિશોર પહેલા જેડીયુમાં પણ રહી ચૂક્યા છે. આ કારણે તેમને સારી રીતે ખબર છે કે જો નીતિશ કુમાર કોંગ્રેસ સાથે આવશે તો NDA માટે આ મોટો ઝટકો સાબિત થશે. શકીલ ખાને આશા વ્યક્ત કરી કે પ્રશાંત કિશોર પોતાના અનુભવથી નીતિશ કુમારને કોંગ્રેસની નજીક લાવવામાં સફળ થઇ શકે છે.

    આ પણ વાંચો - મૌલાના તૌકીર રઝાના વિવાદાસ્પદ બોલ, કહ્યું - 'જે દિવસે મુસ્લિમો રસ્તા પર આવી જશે તો...'

    ચોંકાવનારો દાવો

    શકીલ ખાન કહે છે કે કોંગ્રેસ પહેલા જ કહેતી આવી છે કે નીતિશ કુમાર અને ભાજપામાં સંબંધ હવે પહેલા જેવો રહ્યો નથી. ભાજપા નીતિશ કુમારને કમજોર કરવા માંગે છે અને આ વાત નીતિશ કુમાર પણ સમજી રહ્યા છે. કોંગ્રેસ ઇચ્છે છે કે નીતિશ કુમાર જેવા સહયોગી જો કોંગ્રેસની સાથે આવી જાય તો આવનાર લોકસભા ચૂંટણીમાં NDA ને હરાવી શકાય છે.

    કોંગ્રેસ નેતા શકીલ ખાનના દાવા પર JDU ના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે આવી કોઇ વાત નથી. નીતિશ કુમારે થોડા દિવસો પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે પ્રશાંત કિશોર સાથે તેમનો વ્યક્તિગત સંબંધ છે તો તેમાં રાજનીતિની વાત ક્યાંથી આવે છે. કોંગ્રેસના નેતા શું કહે છે અને શું દાવા કરી રહ્યા છે તે જ જાણે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Nitish Kumar, Prashant Kishor, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन