Home /News /national-international /OMG: આ શું થઈ ગયું? પટના જંક્શન પર LED સ્ક્રીન પર બ્લૂ ફિલ્મ ચાલવા લાગી, લોકોએ આંખો બંધ કરી દીધી
OMG: આ શું થઈ ગયું? પટના જંક્શન પર LED સ્ક્રીન પર બ્લૂ ફિલ્મ ચાલવા લાગી, લોકોએ આંખો બંધ કરી દીધી
patna junction
આ વાતની જાણકારી જીઆરપી તથા આરપીએફને તાત્કાલિક સૂચના આપી. આરપીએફના અધિકારીઓએ તાત્કાલિક સંબંધિત એજન્સીને ફોન કરી અશ્લીલ ફિલ્મ ચાલતી હોવાની સૂચના મળી. તેને તાત્કાલિક બંધ કરવા માટે કહેવામાં આવ્યું. ફિલ્મ બંધ થયા બાદ આરપીએફ અને કંટ્રોલ રુમ સહિત તમામ અધિકારીઓને તેની સૂચના પહોંચાડવામાં આવી.
તે સમયે પ્લેટફોર્મ પર ભારે ભીડ જમા થયેલી હતી. લોકો પોતાના પરિવાર સાથે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. અચાનક અશ્લીલ ફિલ્મ બતાવતા પ્લેટફોર્મ પર હાજર લોકો શરમમાં મુકાઈ ગયા. આ ઘટના બાદ જાહેરાત એજન્સીને કંટ્રોલમાં દરોડા પાડ્યા તો, કેટલાય કર્મચારીઓ બ્લૂ ફિલ્મ જોઈ રહ્યા હતા. જો કે આરપીએફને જોતા જ કંટ્રોલ રુમમાં બેઠેલા કર્મચારીઓએ તાત્કાલિક આ વીડિયો ડિલીટ કરી નાખ્યા.
આ વાતની જાણકારી જીઆરપી તથા આરપીએફને તાત્કાલિક સૂચના આપી. આરપીએફના અધિકારીઓએ તાત્કાલિક સંબંધિત એજન્સીને ફોન કરી અશ્લીલ ફિલ્મ ચાલતી હોવાની સૂચના મળી. તેને તાત્કાલિક બંધ કરવા માટે કહેવામાં આવ્યું. ફિલ્મ બંધ થયા બાદ આરપીએફ અને કંટ્રોલ રુમ સહિત તમામ અધિકારીઓને તેની સૂચના પહોંચાડવામાં આવી.
ઘટનાની જાણકારી મળતા જ મંડલ રેલ મેનેજમેન્ટ પ્રભાત કુમાર દ્વારા તેને ગંભીરતાથી લેતા સંબંધિત એજન્સી દત્તા કમ્યુનિકેશન વિરુદ્ધ આરપીએફ પોસ્ટમાં ફરિયાદ નોંધાવામાં આવી. મંડલ રેલ મેનેજમેન્ટ પ્રભાત કુમાર દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ઘટનાની જાણકારી મળી છે. આ મામલામાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. સંબંધિત એજન્સી વિરુદ્ધ આરપીફ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. એજન્સી વિરુદ્ધ દંડ પણ ફટકાર્યો છે અને તેને હાટવી બ્લેક લિસ્ટમાં નાખી દેવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર