Home /News /national-international /

નીતિશ કુમાર આજે બપોરે 2 કલાકે CM પદના શપથ લેશે, તેજસ્વી બનશે ડેપ્યુટી સીએમ

નીતિશ કુમાર આજે બપોરે 2 કલાકે CM પદના શપથ લેશે, તેજસ્વી બનશે ડેપ્યુટી સીએમ

નીતિશ કુમાર કાલે બપોરે 2 કલાકે CM પદના શપથ લેશે (ફાઇલ તસવીર)

Nitish Kumar: શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં યોજાશે. જ્યારે મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ પાછળથી યોજાઇ શકે છે

    પટના: બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે નીતિશ કુમાર (Nitish Kumar) બુધવારે બપોરે 2 કલાકે મુખ્યમંત્રી પદ માટે શપથ લેશે. તેમની સાથે તેજસ્વી યાદવ (Tejashwi Yadav) ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લઇ શકે છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં યોજાશે. જ્યારે મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ (oath taking ceremony) પાછળથી યોજાઇ શકે છે.

    મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એક વખત મહાગઠબંધન સાથે મળીને બિહારમાં સરકાર બનાવશે. આજે મંગળવારે નીતિશ કુમાર રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ ફાગૂ ચૌહાણને રાજીનામું આપ્યું હતું. તે બાદ નીતિશ કુમાર સીધા પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં રાબડી દેવી અને તેજસ્વી યાદવે તેમનું સ્વાગત કર્યું હતું.

    બુધવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ગોપનીયતાના શપથ લેશે. નોંધનીય છે કે, આ નવી સરકાર માટે એક મહાગઠબંધન થયું, જેમાં JDU, RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સાથે અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.


    બપોરે રાજીનામું આપ્યા બાદ સાંજે ફરી નીતિશ કુમાર રાજભવન પહોંચ્યા હતા અને તેમણે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે રાજ્યપાલને 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો. આ દરમિયાન ત્યાં તેજસ્વી યાદવ અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન ઉર્ફ લલન સિંહ પણ હાજર હતા.

    ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નીતિશ કુમાર કેટલા મહિના મુખ્યમંત્રી રહેશે તેની ફોર્મ્યુલા પણ તૈયાર થઇ ગઇ છે. સૂત્રોએ જણાવ્યું કે, મહાગઠબંધનમાં નીતિશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે. જોકે તે શરૂઆતના 8-10 મહિના જ મુખ્યમંત્રી રહેશે. આ પછી તેજસ્વી યાદવને મુખ્યમંત્રીની કમાન સોપવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: National news, Nitish Kumar, Politics News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन