રાજ્ય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, વિપશ્યના માટે બિહાર સરકાર આપશે 15 દિવસની રજા

નિતીશ સરકારે વિપશ્યના માટે કર્મચારીઓને 15 દિવસની રજા આપવાનો નિર્ણય કર્યો છે. (Image- shutterstock.com)

Holiday For Vipassana: બિહાર સરકારનું માનવું છે કે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ કર્મચારીની કાર્યક્ષમતા સારી હોય છે. વિપશ્યનાની અસર ન માત્ર માનસિક સ્થિતિ પર પડે છે, બલ્કે તેનાથી કેટલાય પ્રકારની શારીરિક તકલીફો પણ દૂર થાય છે. અત્યારના માહોલમાં કાર્યસ્થળ પરના તણાવથી બચવું એ એક પડકારરૂપ થઈ ગયું છે. એવામાં કર્મચારીઓનું માનસિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી છે.

 • Share this:
  kપટના. બિહારના સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી આવી છે. નીતીશ કુમારની સરકાર રાજ્યના કર્મચારીઓના ઉત્તમ સ્વાસ્થ્યને લઈને અત્યંત ગંભીર છે. તેને જોતા સરકારે વિપશ્યના જનારા કર્મચારીઓને વધુમાં વધુ 15 દિવસની રજા આપવાનો નિર્ણય લીધો છે. સરકાર સમક્ષ આ બાબતનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો જેને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય વહિવટ વિભાગ તરફથી આ બાબતને લઈને સૂચના પણ જારી કરી દેવામાં આવી છે. તહેવારની સીઝન પહેલા બિહારના કર્મચારીઓ માટે આ મોટા આનંદના સમાચાર છે.

  જાણકારી અનુસાર, રાજધાની પટનાના બુદ્ધ સ્મૃતિ પાર્કમાં સંચાલિત વિપશ્યનામાં ભાગ લેવા માટે રાજ્યના કર્મચારીઓના વધુમાં વધુ 15 દિવસની વિશેષ રજા આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ કર્મચારીઓ ચિંતા મુક્ત થઈને ધ્યાન-યોગ કરી શક્શે. કહી દઈએ કે પટનામાં પાટલિપુત્ર વિપશ્યના ટ્રસ્ટ તરથી વિપશ્યના કેન્દ્રનું સંચાલન કરવામાં આવે છે. તે માટે કોઈપણ પ્રકારની ફિ લેવામાં આવતી નથી. આ કાર્યક્રમ 10 દિવસનો હોય છે.

  કાર્યક્ષમતા પર પડશે હકારાત્મક પ્રભાવ

  સરકારે આ નિર્ણય કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લીધો છે. સરકારનું માનવું છે કે, વિપશ્યના ધ્યાન કરવાથી સરકારી કર્મચારીઓની કાર્યક્ષમતા પર હકારાત્મક પ્રભાવ પડશે. તેનાથી કર્મચારીઓના વ્યક્તિત્વમાં નિખાર આવવાની સાથે આંતરિક સંબંધોમાં પણ સુધારો આવશે. તેની સીધી સકારાત્મક અસર તેમની કાર્યક્ષમતા પર પડશે. મીડિયા રિપોર્ટ અનુસાર, સ્થાનિક વિપશ્યના માટે ખાસ રજા રાજ્યના એ કર્મચારીઓને આપવામાં આવશે, જે રાજધાની પટનાની બહાર સ્થિત કાર્યાલયથી યોગ-ધ્યાનના આ કાર્યક્રમમાં શામેલ થવા આવશે. વિપશ્યના કેન્દ્ર દ્વારા આ સંબંધમાં લિખિત સૂચના મળશે ત્યાર બાદ જ આ રજા સ્વીકારવામાં આવશે.

  આ પણ વાંચો: બદલાઈ ગયું Facebookનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે આ પ્લેટફોર્મ

  પ્રાચીન ધ્યાનની પદ્ધતિ છે વિપશ્યના

  કહી દઈએ કે વિપશ્યના એક પ્રકારનો યોગ છે. મન સાથે શરીર ઉપર પણ તેની હકારાત્મક અસર પડે છે. કહી દઈએ કે વિપશ્યના એક પ્રાચીન ધ્યાન વિધિ છે જેનો અર્થ થાય છે, જોઈને પાછા ફરવું. તેને આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિની શ્રેષ્ઠ પદ્ધતિ માનવામાં આવે છે. આ વિધિમાં પોતાના શ્વાસને અનુભવવાનો હોય છે. એટલે કે શ્વાસના આવાગમનને અનુભવવાનો અને તેના પ્રત્યે સજાગ રહેવાનો અભ્યાસ કરવામાં આવે છે.
  Published by:Nirali Dave
  First published: