વિદ્યાર્થિની યુવક સાથે થઈ ફરાર, બદમાશોએ કોચિંગ સંચાલકને ઝાડ સાથે બાંધીને માર્યો માર, video viral

કોચિંગ સંચાલકને ઝાડ સાથે બાંધીને મારવામાં આવ્યો

Bihar news: થોડા દિવસ પેહલા આ કોચિંગ અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની કોઈ યુવક સાથે ફરાર થઈ હતી. આરોપલ લગાવવામાં આવે છે કે યુવતીને ભગાડવામાં કોચિંગ સંચાલકનો હાથ છે. જેના પગલે મનિષ કુમારને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.

 • Share this:
  નાલંદાઃ બિહારના (Bihar) નાલંદા જિલ્લામાં (Nalanda) હિલસા ક્ષેત્રમાં ચંડી પોલીસ સ્ટેશનના જૈતીપુર ગામમાં કોચિંગ સંચાલકની પીટાઈનો મામલો સામે આવ્યો છે. પેડ સાથે બાંધીને કોચિંગ સંચાલકને (Coaching Administrator beaten) માર મારવામાં આવ્યો હતો. પીટાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે બદમાશો દ્વારા એક યુવકને પીપળાના ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો છે. જ્યારે બીજાને જમીન ઉપર સુવડાવીને માર મારવામાં આવ્યો છે. વીડિયો વાયરલ (viral video) થયા બાદ પોલીસે આ મામલાને ધ્યાનમાં લીધો હતો.

  માનવામાં આવી રહ્યું છે કે જૈતીપુર ગામની પાસે કેટલાક લોકો દ્વારા કોચિંગ સંચાલક અને તેમના સહિયોગીને માર મારવામાં આવ્યો હતો. થરથરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દ્વારિકા બીઘા નિવાસી મનીષ કુમાર કોચિંગના સંચાલક છે. તેઓ ચન્ડીના જૈતીપુરમાં કોચિંગ સંચાલન કરે છે.

  થોડા દિવસ પેહલા આ કોચિંગ અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની કોઈ યુવક સાથે ફરાર થઈ હતી. આરોપલ લગાવવામાં આવે છે કે યુવતીને ભગાડવામાં કોચિંગ સંચાલકનો હાથ છે. જેના પગલે મનિષ કુમારને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! ટેન્કર નીચે આવી જતાં હોસ્પિટલની નર્સ અને યુવકનું મોત, હેલ્મેટ પણ ન બચાવી શક્યું જીવ

  જ્યારે તેમના સહિયોગી પ્રમોદ કુમારને જમીન ઉપર પટકીને પીટાઈ કરી હતી. ત્યારબાદ હાજર કેટલાક લોકોએ આ વીડિયો નબાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. આ મામલામાં ચણ્ડી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રિતુરાજે કહ્યું કે મનીષ કુમાર દ્વારા છ લોકો ઉપર નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  ત્યારબાદ પોલીસ કાર્યવાહીમાં લાગી છે. વિદ્યાર્થિનીના પરિજનો દ્વારા કોચિંગ સંચાલક મનીષ કુમાર અને તેના સહિયોગી સામે ચણ્ડી પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીને ભગાડવાનો આરોપ લગાવ્યો છે. આરોપીઓને પકડવા માટે છાપામારી ચાલું છે. ટૂકસમયમાં બધા આરોપીઓને જેલના સળિયા પાછલ ધકેલી દેવામાં આવશે.
  Published by:ankit patel
  First published: