અમરજીત શર્મા, પટના. લગ્ન બાદ કોઈ દુલ્હન (Bride) ભાગી ગઈ હોય તેવા દૃશ્યો અનેક ફિલ્મોમાં જોવા મળતા હોય છે, ક્યારેક આવા કિસ્સામાં સમચારોમાં પણ આવતા હોય છે. આવો જ એક કિસ્સો બિહારમાં (Bihar) સામે આવ્યો છે, જ્યાં લગ્નના માત્ર ત્રણ મહિના બાદ જ એક યુવતી પોતાના પરિવાર અને સાસરિયા બંને પક્ષોના આંખમાં ધૂળ નાખીને ફરાર થઈ ગઈ છે. પતિને ત્યજીને પ્રેમીની સાથે ભાગવાની આ ઘટના (Patna Love Story) બિહટા પોલીસ સ્ટેશન હદની છે, જ્યાં એક નવોઢાએ આ ઘટનાને ખૂબ જ ચાલાકીથી અંજામ આપ્યો છે.
લગ્ન બાદ તેના હાથોની મહેંદીનો રંગ હજુ પૂરેપૂરો છુટ્યો નહોતો કે તે પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. દુલ્હન પ્રેમી સાથે ફરાર થયા બાદ પીડિત પરિજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચીને લેખિત ફરિયાદ કરી યુવતીને શોધી કાઢવા અરજ કરી. પોલીસે કેસ નોંધી યુવતી અને તેના પ્રેમીની શોધખોળ શરૂ કરી દીધી છે. હદ તો ત્યારે થઈ જ્યારે ઘટનાથી અજાણ દુલ્હનના સાસરિયા પક્ષે પિયરના સભ્યોને ફોન કરીને કહ્યું કે, પુત્રવધૂને વહેલી તકે પરત મોકલી આપો. ત્યારબાદ તો યુવતીના પરિજનોની સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ.
મળતી માહિતી મુજબ, બિહટાની રહેવાસી સોની કુમારી (કાલ્પનિક નામ)ના લગ્ન ભોજપુર જિલ્લામાં 29 મે 2021 ના રોજ થયા હતા. લગ્ન પછી, રીના કુમારી રક્ષાબંધનના દિવસે ગોકુલપુર ગામમાં તેના મામાના ઘરે પહોંચી હતી. શુક્રવારે સાંજે તે માતા સાથે બજારમાં ખરીદી કરવા માટે પટણા પહોંચી હતી. દરમિયાન, રીનાએ તેની માતાને એક જગ્યાએ બેસાડી અને કહ્યું કે તે જલ્દી આવી રહી છે. આ પછી રીના તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. જ્યારે લાંબા સમય બાદ રીના પરત ન આવી ત્યારે તેની માતાએ પરિવારને આ અંગે જાણ કરી હતી.
પરિજનોએ આ બનાવ સંદર્ભે બિહટા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે ભોજપુર, અરરાહના કિશુનપુર ગામમાં રહેતા સિન્ટુ કુમારે રીનાને ફસાવી છે. અરજદારનું કહેવું છે કે સિન્ટુ કુમાર લગ્ન પહેલા દીકરી સાથે વાત કરતો હતો અને તેમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવે છે કે સિન્ટુએ મારી દીકરીને લોભ-લાલચ આપીને ફસાવવાનું કામ કર્યું છે. પતિને છોડીને પ્રેમી સાથે ભાગી જવાની આ ઘટના બાદ પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર