Video: Picnic મનાવવા ગયેલા યુવકો અચાનક જળસ્તર વધી જતાં નદી વચ્ચે ફસાયા

પાણીમાં ફસાયેલા યુવકોની તસવીર

bihar news: યુવકો ફયાસાના આશરે એક કલાક બાદ વરસાદ બંધ થયો હતો. વરસાદ બંધ થયાના થોડા સમય બાદ જળસ્તર થોડું ઓછું થયું હતું. જળસ્તર ઓછું થવાની સાથે જ સ્થાનિક લોકોએ તત્કાલ યુવકોનું બચાવ કાર્ય શરું કર્યું છે અને રસ્સીની મદદથી બંને યુવકોને સકુશલ બહાર કાઢ્યા હતા.

  • Share this:
    રોહતાસઃ બિહારના (Bihar news) રોહતાસ શહેર (rohtas news) પાસે આવેલા માંઝર કુંડમાં એક વાર ફરીથી મોટી દુર્ઘટના જોવા મળી છે. અહીં યોગ્ય સમય ઉપર મદદ અને વરસાદ બંધ થવાના પગલે મોટી દુર્ઘટના ઘટના રહી ગઈ હતી. માંઝર કુંડ પર રવિવારે મોસમ સારું હોવાથી મોટી સંખ્યામાં લોકો પિકનીક (Picnic) મનાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન બક્સના બે યુવકો પણ સાથીઓ સાથે પહોંચ્યા હતા. આ બંને યુવકોને વહેણનો અંદાજો ન હતો. અને તેઓ એક પથ્થર ઉપર જઈને બેસી ગયા હતા.

    આ દરમિયાન અચાનક વરસાદ તેજ થવાના કારણે કુંડનું જળસ્તર વધવા લાગ્યું હતું અને તેજ વહાવના પગલે ચટ્ટાન ઉપર જ ફસાઈ ગયા હતા. પહેલા તો બંને યુવકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વહેણ તેજ હોવાના કારણે આવું ન કરી શક્યા. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો યુવકોની મદદ કરવા માટે કિનારા ઉપર આવી ગયા હતા. પરંતુ જળસ્તર વધવતું જોઈને કોઈપણ યુવકોની મદદ ન કરી શક્યું.

    વરસાદ બંધ થતાં બંને યુવકોને બચાવી લેવાયા
    યુવકો ફયાસાના આશરે એક કલાક બાદ વરસાદ બંધ થયો હતો. વરસાદ બંધ થયાના થોડા સમય બાદ જળસ્તર થોડું ઓછું થયું હતું. જળસ્તર ઓછું થવાની સાથે જ સ્થાનિક લોકોએ તત્કાલ યુવકોનું બચાવ કાર્ય શરું કર્યું છે અને રસ્સીની મદદથી બંને યુવકોને સકુશલ બહાર કાઢ્યા હતા. બંનેને બચાવી લેવાયા બાદ બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો.

    આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

    આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

    આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

    પહેલા પણ આવી જ દુર્ઘટનાઓ થઈ ચુકી છે
    માંઝર કુંડ વોટર ફોલ જિલ્લાનો પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. વરસાદની મોસમમાં મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો અહીં પિકનિક મનાવવા માટે આવે છે. પરંતુ આશરે દર વર્ષે અચાનક પાણીનું સ્તર વધતાં અહીં દુર્ઘટનાઓ ઘટતી હોય છે. અને અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે દરવર્ષે દુર્ઘટનાઓ ઘટવા છતાં પણ સ્થાનિક તંત્ર કોઈ જ ધ્યાન આપતું નથી.

    પાણી દેખાડે છે ખતરો
    સ્થાનિક લોકોનું કહેવું છે કે દુર્ઘટના પહેલા પાણી ખુદ પોતાનો રંગ બદલીને લોકોને ચેતવે છે. જેવું જ જળસ્તર વધવા લાગે છે ત્યારે પાણીનો રંગ મેલો થઈ જાય છે. આ વાતને સ્થાનિક લોકો સારી રીતે સમજે કે આવું થયા બાદ ગમે ત્યારે પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે.
    Published by:ankit patel
    First published: