Home /News /national-international /મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ
મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ
મામી ભાણાની તસવીર
Love Marriage: ભાણો ચંદનકુમાર પોતાની જ મામીના સેંથામાં સિંદુર પુર્યું હતું. સેંથામાં સિંદુર પુર્યા બાદ મામી ભાણિયાના પગે લાગીને પત્ની હોવાના નાતે આશીર્વાદ લઈ રહી છે.
કેસી કુદન, જમુઈઃ કહેવામાં આવે છે કે પ્રેમ (blind love) એટલો આંધળો હોય છે કે પ્રેમમાં પડ્યા પછી લોકો બધા સંબંધોને ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો બિહારના (Bihar) જમુઈમાં (Jamui) સામે આવ્યો છે. અહીં પ્રેમમાં પડેલું યુગલે સંબંધોને નેવે મૂકી દીધું હતું. બંનેને સમાજની ચિંતા નથી કે અન્ય સંબંધોની ચિંતા. પ્રેમના આ કિસ્સામાં મામી-ભાણિયા (Aunt and niece love) ઉપર ફીદા થઈ ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા હતા. મામી અને ભાણિયાના લગ્નનો વીડિયો જમુઈમાં (love marriage video viral on social media) સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે ભાણો ચંદનકુમાર પોતાની જ મામીના સેંથામાં સિંદુર પુરી રહ્યો છે.
વીડિયોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે સેંથામાં સિંદુર પુર્યા બાદ મામી ભાણિયાના પગે લાગીને પત્ની હોવાના નાતે આશીર્વાદ લઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જમુઈ જિલ્લાના ગિદ્વૌરના રતનપુરના રહેનારા 22 વર્ષીય ચંદન કુમારનો પ્રેમ પ્રસંગ લખીસરાયના મનનપુરમાં રહેનારી પોતાની મામી સાથે અનેક વર્ષોથી હતો.
વધુ મળતી માહિતી પ્રમાણે ચંદન મુંબઈમાં ઓટો રીક્ષા ચલાવે છે. તેના મામા પણ અહીં રહે છે. આ દરમિયાન મામી અને ભાણા વચ્ચે પ્રેમ થયો હતો. ચર્ચા એ પણ છે કે લગ્ન કર્યાબાદ મામી અને ભાણો બંને ટ્રેન પકડીને મુંબઈ જતા રહ્યા છે.
સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો ગિદ્વૌરના રતનપુર ગામનો સાવ ટોલામાં રહેનારા મંગર સાવના 23 વર્ષીય ચંદનનો છે. ચંદનના મામા-મામી મુંબઈમાં રહે છે. ચંદન પણ તેમની સાથે રહીને ઓટો ચલાવતો હતો.
બંને વચ્ચે ગાઢ પ્રેમ ત્યારે બંધાયો જ્યારે લોકડાઉનમાં બધા પોતાના ગામ આવ્યા હતા. માનવામાં એ પણ આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં લખીસરાયના મનનપુર ગામમાં પોતાના ઘરમાં મામાએ બંનેને એક સાથે જોઈ લીધા હતા. ત્યારબાદ હોવાળો પણ થયો હતો.
" isDesktop="true" id="1109102" >
છેવટે મામી અને ભાણાએ લગ્ન કરી લીધા હતા અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો. ચંદન પોતાના ઘરે એમ કહીને નીકળ્યો હતો કે તે લખીસરાય જઈ રહ્યો છે. લોકો એ અંદાજ લગાવી રહ્યા છે કે તેમણે મુંબઈ જવાની ટિકિટ લીધી હતી અને બંને લગ્ન બાદ મુંબઈ જતા રહ્યા હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર