Home /News /national-international /આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

કુમારી વિશાખાની ફાઇલ તસવીર

સરકારી અધિકારી વિશાખાના ગત વર્ષે જ લગ્ન થયા હતા. તેણે પોતાના ઘરજમાં ગળેફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી લીધી છે

વિપિન કુમાર દાસ : એક પરિણીત મહિલાની આપઘાતની (Suicide) રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના દેશના બિહાર (Bihar) રાજ્યના દરભંગામાંથી (Darbhanga) સામે આવી છે. અહીંયા કુમારી વિશાખા નામની મહિલાએ પોતાના બેડરૂમમાં ફોન પર વાત કરતા કરતાં જ આપઘાત કરી લીધો છે. આપઘાતની આ કરૂણ ઘટનાએ ચકચાર જગાવી છે. મહિલા પાસેથી એક સ્કેચ મળી આવ્યો છે જેમાં લોહીથી 'I Love You' લખેલું છે. તેના કાનમાં ઈયરફોન લગાડેલા હતા. આમ એવી પ્રતિતી થઈ રહી છે કે મહિલાએ ચાલુ ફોને વાત કરતા કરતા જ આપઘાત કરી લીધો છે.

બનાવની વિગતો એવી છે કે બિહારના દરભંગામાં શનિવારે ભાડાના એક મકાનમાં રહેતી મહિલાએ આપઘાત કરી લીધો હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ મૃતક મહિલાનું નામ કુમારી વિશાખા ઉર્ફે નિધિ હતું. નિધિ 29 વર્ષની પરિણીત મહિલા હતી અને તેણે ગળેફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધી છે.

આ પણ વાંચો : અમદાવાદ : Indigoની ફ્લાઇટમાં મુસાફરના સામાનમાંથી ચોરાઈ રોકડ, ફરિયાદ કરતા કૌભાંડ ઝડપાયું

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં નિધિના રિતેશ દત્ત નામના વ્યક્તિ સાથે પટનામાં લગ્ન થયા હતા. રિતેશ ખાનગી કંપનીમાં કાર્યરત છે. જિલ્લા પ્રોગ્રામ અધિકારી વિશાખા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં નોકરી કરતી હતી. માતા સતત તેનો ફોર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ વિશાખા ફોન ઉપાડી રહી નહોતી તેથી તેમને અમંગળ થયું હોવાની શંકા ગઈ હતી.

દરમિયાન વિશાખાની સહકર્મી તેના ઘરે પહોચી હતી ત્યારે તેના ઘરનો દરવાજો બંધ હતો. દરમિયાન તેમણે દરવાજો ખોલી અને ઘરમાં પ્રવેશવાન કોશિષ કરી હતી. અવાજ આપવા છતાં અંદરથી કોઈએ દરવાજો ન ખોલ્યો ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરત : સૌરાષ્ટ્રના રત્નકલાકારની હત્યા, વરાછાના કારખાનામાંથી મળ્યો મૃતદેહ, શરીર પર હતા ઈજાના નિશાન

પોલીસે દરવાજો ખોલ્યો તો વિશાખા ફાંસીના ફંદા પર લટકેલી હાલતમાં હતી. વિશાખાના બેડ પરથી ઓશિકાના સહારે એક સ્કેચ તૈયાર કરેલો હતો અને તેમાં લોહીથી 'આઈ લવ યુ' લખેલું હતું. તેના ઈયરફોન કાન પર લટકી રહ્યા હતા જેથી તેણે આત્મહત્યા કરતાં સમયે અથવા આત્મહત્યા કરતા કરતાં ફોન પર વાત કરી હોય તેવી પણ આશંકા છે.

આ પણ વાંચો : રાજકોટ : સ્પામાં યોજાયેલી યુવક-યુવતીઓની દારૂ પાર્ટીમાં 'ધિંગાણું', ઈજાગ્રસ્ત યુવતીએ સિવિલમાં પણ મચાવી ધમાલ

વિશાખાની સહકર્મી પુષ્પેશે જણાવ્યું કે તે ક્યારેય ઉદાસ નહોતી રહેતી. તે હંમેશા ખુશ રહેનારી વ્યક્તિ હતી. તે દરભંગા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં 2 વર્ષથી કાર્યરત હતી.
First published:

Tags: Bihar News, Woman suicide