સંતોષ ગુપ્તા : દેશમાં લવ જિહાદ (Love Jihad), ધર્માંતરણ (Religious Conversion) અને હિંદુ-મુસ્લિમના મજહબી વાયરાની વચ્ચે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમની (Love) તાકાત સામે ધર્મના (Religion) વાડા ટૂંકા વામણા પુરવાર થયા છે. જોકે, અહીંયા વાત ધર્મ જાતિ કે મજહબની નથી પરંતુ પ્રેમની છે. પ્રેમની તાકાત સામે ધર્મના વાડા તૂટી જતા અંકિત અને રૂબીના એક થયા છે. માંડવામાં સોળે શણગાર સજીને આવેલી રૂબીનાએ પરિવારની હાજરીમાં અંકિતને વરમાળા પહેરાવી તો અંકિત પણ શાસ્ત્રોક્ત વિધિથી રૂબીનાની સાથે સાત ફેરા ફરી તેને મંગળસૂત્ર પહેરાવ્યું અને તેને શેથો પૂર્યો. પ્રેમ લગ્નની (Love Marriage) આ ઘટનાએ કેટલીય બાબતોનો જાકારો આપ્યો.
આ પ્રણયગાથા છે બિહારના છપરાની. અહીંયા જાતિવાદ અને ધર્મના વાડા તોડીને અંકિત કુમાર અને રૂબાની ખાતૂન એક થયા છે. બેડવાલિયાની નિવાસી નાસિર અંસારીની દીકીરી રૂબીના અને દિનેશ સિંહના દીકરા અંકિત શુભ લગ્ન બંને પરિવારની હાજરીમાં ધામધુમથી થયા હતા. બાળકોની જીદ સામે પરિવારે શરણાગતિ સ્વીકારી અને આ આંતર ધર્મ લગ્ન સંમતિ સાથે થયું. ગામના સુપ્રસિદ્ધ અંબિકા ભવાની મંદિરમાં બંને પરિવારોની હાજરીમાં સાત જન્મનો સાથ નિભાવવાના કોલ આપતા વર-વધૂએ પ્રભુતામાં પગલા પાડ્યા
આ પ્રેમ અને પ્રેમ લગ્નની ચર્ચાએ છપરામાં નવી મોસમ ખીલાવી છે. જોકે, લગ્ન બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કન્યા રૂબીના ખાતૂને જણાવ્યું કે 'હું અને અંકિત એકમેવના પ્રેમમાં હતા. મેં તો નક્કી જ કરી લીધું હતું કે લગ્ન કરીશ તો અંકિત સાથે જ કરીશ બાકી કુંવારી રહીશ અથવા જીવ આપી દઈશ' આખરે પ્રેમ સામે પરિવારની જીદ ઝૂકી ગઈ અને એ થયું જેની આ વિસ્તારમાં કોઈને કલ્પના નહોતી. વાજતે ગાજતે જાન આવી અને બે પ્રેમીઓના લગ્ન થયા. દેશમાં ઘટતી અનેક અઘટિત ઘટનાઓની વચ્ચે છપરાના આ પ્રેમ લગ્નએ નવો દાખલો બેસાડી દીધો છે.
વર્તમાન સમયે લવ જેહાદનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. દેશના કેટલાક રાજ્યોમાં આ બાબતે કાયદા પણ બનાવી દેવાયા છે. ત્યારે ભારતમાં મોટાભાગના લોકો પોતાને અને દેશને ધાર્મિક રીતે સહિષ્ણુ તો માને છે, પરંતુ અલગ અલગ ધર્મના વ્યક્તિઓ વચ્ચેના લગ્નને યોગ્ય માનતા નથી, તેવું અમેરિકાના થિંકટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેથી જાણવા મળ્યું છે.
આ સર્વેમાં પ્યુ રિસર્ચ સેન્ટરે દેશ આ 26 રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસતા 17 ભાષા બોલનાર 30,000 લોકોનો મત જાણ્યો હતો. સર્વેમાં દરેક સમુદાયના મોટાભાગના લોકોએ આવા લગ્નો રોકવા તેમની પ્રાથમિકતામાં ટોચના સ્થાને હોવાનું કહ્યું હતું. સર્વેમાં ફલિત થયા મુજબ, 80 ટકા મુસ્લિમોએ તેમની કોમના લોકો અન્ય કોમમાં લગ્ન કરવાનું બંધ કરી દે તે જરૂરી હોવાનું કહ્યું હતું. જ્યારે 65 ટકા હિંદુઓએ પણ આવું જ ઈચ્છતા હોવાનું કહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર