બૂટલેગરો બેફામઃ દારૂ ભરેલી સ્કોર્પિયો જીપ વડે બૂડલેગરને પોલીસને 200 મીટર સુધી ઘસેડ્યો, પોલીસનું મોત

બિહાર પોલીસની પ્રતિકાત્કમ તસવીરઃ shutterstock

Bihar news: વાહન ચેકિંગ દરમિયાન એક સ્કોર્પિયો કાર આવતા દેખાઈ હતી. ગાડીના ડ્રાઈવરે પોલીસને જોઈને સ્પીડ વધારી દીધી હતી. ગાડી રોકવા માટે ઉભેલા પોલીસ જવાનને કચડીને ભાગવા લાગ્યો હતો.

 • Share this:
  દરભંગાઃ બિહારમાં બૂટલેગરો (bootlegge in bihar) બેખૌફ ફરી રહ્યા છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ દરભંગામાં જોવા મળ્યું હતું. કેવટી પોલીસ સ્ટેશનમાં (Kevti Police Station) મોડી રાત્રે પોટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન આગળ રસ્તા ઉપર પસાર થતા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. આ સમયે એક સ્કોર્પિયો કાર (Bootlegger Scorpio car) આવતા દેખાઈ હતી. ગાડીના ડ્રાઈવરે પોલીસને જોઈને સ્પીડ વધારી દીધી હતી. ગાડી રોકવા માટે ઉભેલા પોલીસ જવાનને કચડીને (Bottlegger hit Jeep police) ભાગવા લાગ્યો હતો. બૂટલેગર જવાનને સ્કોર્પિયો સાથે આશરે 200 મીટર સુધી ઘસેડ્યો હતો. બ્રેકર હોવાના કારણે ગાડી ઊભી રાખીને જીપમાં સવાર ત્રણથી ચાર લોકો ઉતરીને ભાગ્યા હતા.

  જોકે, કેટલાક સ્થાનિક લોકોએ સ્કોર્પિયો ચાલકને પકડી લીધો હતો. બાકીના લોકો અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. ખરાબ રીતે ઈજાગ્રસ્ત જવાનને પહેલા કેવટી સીએચસી સ્વાસ્થ્ય કેન્દ્ર અને પછી પ્રાથમિક ઉપચાર કરીને તરત ડીએમસીએચ હોસ્પિટલ મોક્યો હતો. જોકે ત્યાં પહોંચતા પહેલા પોલીસ જવાને દમ તોડ્યો હતો. ઘટના બાદ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસ દળની સાથે એસડીપીઓ અનોજ કુમાર પોતે પહોંચ્યા અને ઘટનાની જાણકારી લીધી હતી. સાથે જ મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આખો મામલો હત્યાનો છે.

  દારુ ભરેલી સ્કોર્પિયો ચાલકે પોલીસને કચડ્યો
  દારુથી ભરેલી સ્કોર્પિયો સવારે પોલીસને જાણી જોઈને કચડીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં એ પોલીસ કર્મચારીનું મોત થયું હતું. તેમણે જણાવ્યું કે સ્કોર્પિયો સવાર એક વ્યક્તીની ધરપકડ કરવામાં આવી છે. બાકી લોકોને પકડવા માટે દરોડા શરું કરવામાં આવ્યા છે. મૃતક પોલીસ કર્મચારીનું નામ સફીઉર રહમાન છે. જે દરભંગાના મનીગાછી પોલીસ સ્ટેશન કબઈનો રહેનારો છે. મૃતકના પરિજનોને જાણાકરી આપી દીધી છે.

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  ગૃપ્ત જાણકારી મળતા ચાલું કર્યું હતું ચેકિંગ
  માનવામાં આવી રહ્યું છે કે પોલીસને ગુપ્ત સુચના મળી હતી કે એક ઓટોથી દારુની ખેપ થવાની છે. આમ પોલીસને સ્ટેશન પાસે જ વાહન ચેકિંગ માટે લગાવી દીધી હતી. પરંતુ દારુ ઓટોના બદલે સ્કોર્પિયોથી લઈને બૂટલેગરો પહોંચ્યા હતા.

  આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! ટેન્કર નીચે આવી જતાં હોસ્પિટલની નર્સ અને યુવકનું મોત, હેલ્મેટ પણ ન બચાવી શક્યું જીવ

  આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

  અન્ય પોલીસ કર્મીઓ અહીં તહી ભાગીને બચાવ્યો પોતાનો જીવ
  પોલીસ જવાને જ્યારે આને રોકવાની કોશિશ કરી હતી ત્યારે બૂટલેગરોએ તેના ઉપર ગાડી ચડાવી દીધી હતી. વાહનની સ્પીડના કારણે બાકીના લોકો આમ તેમ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ગ્રામીણ મનોજ ગુપ્તાએ સરકાર ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે સરકાર બિહારમાં દારૂ બંધીની વાત કરે છે પરંતુ પહેલા લોકો દારૂ પીને જીવ આપતા હતા પરંતુ હે બૂટલેગરો પોલીસનો જીવ લઈ રહ્યા છે.

  ગુજરાત અને બિહારમાં છે દારુ બંધી
  ઉલ્લેખનીય છે કે ભારતમાં ગુજરાત રાજ્યમાં પહેલાથી જ દારૂબંધી છે. જોકે, બિહારમાં થોડા વર્ષોથી દારૂબંધી લગાવવામાં આવી છે. પરંતુ આ બંને રાજ્યોમાં છૂટથી દારુ વેચાતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
  Published by:ankit patel
  First published: