કરૂણ ઘટના: ખાડામાં ડુબવાથી પાંચ બાળકોના મોત, એક સાથે પાંચ લાશ જોઈ આખું ગામ હિબકે ચઢ્યું

કરૂણ ઘટના: ખાડામાં ડુબવાથી પાંચ બાળકોના મોત, એક સાથે પાંચ લાશ જોઈ આખું ગામ હિબકે ચઢ્યું
પ્રતિકાત્મક તસવીર

બાળકોના પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારનો આક્રંદ જોઈ ગામના લોકો પણ હિબકે ચઢ્યા હતા.

 • Share this:
  સહરસા : બિહારના સહરસામાં શનિવારે એક દુખદાયક અકસ્માત થયો હતો. ખાડામાં નહાતી વખતે ડૂબી જવાથી પાંચ બાળકોનાં મોત નીપજ્યાં હતાં. આ પહેલી ઘટના નથી. પરંતુ, આ પહેલા પણ આ ખાડામાં ડૂબી જવાને કારણે ઘણી વખત લોકોના મોત નીપજ્યા છે. આ મામલો સદર પોલીસ સ્ટેશન વિસ્તારની સહરસા વસ્તીનો છે.

  ઉલ્લેખનીય છે કે, સહરસા સ્થિત એક ચીમની ભઠ્ઠાની નજીક, ચીમની ભઠ્ઠા સંચાલક દ્વારા જમીન ખોદવાથી ખાડો પડી ગયો છે. શનિવારે આજ ખાડાનાં પાણીમાં પાંચ બાળકો સ્નાન કરવા ગયા હતા. ખાડાનું પાણી કેટલું ઊંડું છે, તેનો કોઈ ખ્યાલ ન રહ્યો અને પાંચેય બાળકો ડૂબી ગયા હતા. આ દરમિયાન, ખેતર તરફ જતા કેટલાક સ્થાનિકોએ હો-હલ્લાનો અવાજ સાંભળ્યો.  આ પણ વાંચોપાટણ : વરાણા ગામ પાસે CNG કારમાં લાગી આગ, કાર ચાલક બળીને ભડથું થયા - દર્દનાક Video

  અવાજ સાંભળીને લોકો ખાડા તરફ ગયા અને ત્યારબાદ પાંચેય બાળકોના ડૂબી જવાનો મામલો પ્રકાશમાં આવ્યો. આ પછી ભીડ એકઠી થઈ ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી પાંચેય બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં પાંચેય બાળકોના મોત નીપજ્યા હતા. એક સાથે પાંચ બાળકોની લાશ બહાર આવતા બાળકોના પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારનો આક્રંદ જોઈ ગામના લોકો પણ હિબકે ચઢ્યા હતા.

  આ પણ વાંચો - રાજકોટ: 'આયુષી ધાબા પરથી પડતા નથી મરી, કાકીએ ઠંડા કલેજે કરી હત્યા', કાકી-કાકા અને પિતાની ધરપકડ

  ઘટનાની જાણ પોલીસને થતા જ સદર પોલીસ સ્ટેશનેથી પોલીસ કાફલો અને સદર એસ.ડી.ઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાંચ બાળકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ગ્રામજનો દ્વારા ચીમની ભઠ્ઠા પાસે રહેલા ખાડાનો ઝડપી નિકાલ લાવવાની માંગ કરાઈ હતી.

  પરિવારને વળતર મળશે

  આ દરમિયાન સદર એસ.ડી.ઓ.એ જણાવ્યું હતું કે, નહાતી વખતે વરસાદનાં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી પાંચ બાળકોનાં મોત નીપજ્યાં છે. સરકાર દ્વારા વળતરની જોગવાઈ હેઠળ મૃતક બાળકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે. ત્યારે, ચીમની ભઠ્ઠાના ખાડાની પણ તપાસ કરવામાં આવશે કે, તે સરકારી જમીન પર છે કે ખાનગી જમીન પર છે. જો દોષી જણાશે તો ઈંટ ભઠ્ઠા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published:June 12, 2021, 22:35 IST