શુક્રવારે, મે મહિનામાં કોરોના સંક્રમણનો 70 લાખનેના આંકડાને પાર કરી ગયો. આ મહિનામાં અત્યાર સુધીમાં 71.3 લાખથી વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન કોવિડ -19 ને કારણે 83 હજાર 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગત એપ્રિલમાં આ આંકડો 48 હજાર 768 હતો. તે દરમિયાન ચેપના કુલ 69.4 લાખ કેસ નોંધાયા હતા. ગયા વર્ષે શરૂ થયેલા રોગચાળાના સંક્રમણના કુલ કેસોમાં 27 ટકાથી વધુ માત્ર મે મહિનામાં જ જોવા મળ્યાં હતાં.
રહેવાસીઓએ વોર્ડ કાઉન્સિલર પર ગંભીર આરોપ કર્યો કે, યુવકના અંતિમ સંસ્કાર માટે 16 હજાર રૂપિયા લેવામાં આવ્યા
અભિષેક કુમાર, નાલંદા. બિહાર (Bihar) રાજ્યના નાલંદા (Nalanda)માં સોશિયલ મીડિયા (Social Media) પર એક એવો વીડિયો વાયરલ (Viral Video) થયો જેણે માનવતાને જ શરમમાં મૂકી દીધી. કોવિડ કાળમાં કોરોના પોઝિટિવ કે સંદિગ્ધ દર્દીના મોત પર જો તેના પરિજનો અંતિમ સંસ્કાર ન કરે તો તેને સરકાર પોતાના ખર્ચે કરે છે. પરંતુ એમ્બ્યુલન્સ કે શબવાહિનીને બદલે નગર નિગમ (Nalanda Municipal Corporation)ની કચરો ફેંકવાની લારીમાં મૃતદેહને લઈને મુક્તિ ધામ પહોંચેલા કર્મીનો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પ્રશાસનમાં હોબાળો મચી ગયો છે. આ વીડિયો 13 મેનો હોવાનું કહેવાય છે.
નાલંદાનો જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તેમાં નિગમકર્મી મૃતદેહને શબવાહિનીને બદલે નિગમના કચરાની લારીથી લઈ જતા જોવા મળી રહ્યા છે. જોકે કર્મીએ પોતે પીપીઇ કિટ પહેરેલી છે. પરંતુ મૃતદેહને ચાદરથી જ ઢાંકેલી છે. જેને કારણે જાણી શકાય છે કે યુવકનું મોત કોઈ બીમારીથી થયું છે. પરંતુ લોકો તેને સંદિગ્ધ માનીને તેના અંતિમ સંસ્કાર કરવાથી ડરી રહ્યા હતા. જ્યારે આ વીડિયો અંગે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે 13 મેનો છે.
A #COVID19 patient's body was carried to the crematorium on a cart of Municipal Corporation in Bihar's Nalanda yesterday. pic.twitter.com/y3iA2yjlPp
મૂળે, વીડિયો જાહેર કરનારા યુવકે જણાવ્યું કે 13 મેના રોજ સોહસરાય પોલીસ સ્ટેશન વિસ્તારના જલાલપુર મોહલ્લાનો આ વીડિયો છે. જ્યાં ભાડાના મકાનમાં રહેતા એક યુવક મનોજ કુમાર ઉર્ફે ગુડ્ડુનું મોત કોરોનાના કારણે થયું. મોત બાદ નિગમ કર્મીઓ મૃતદેહને આ રીતે અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા.
લોકોએ વાર્ડ કાઉન્સિલર પર કર્યા આરોપ
વીડિયો વાયરલ થયા બાદ રવિવારે જલાલપુર સેવા સમિતિ દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને મામલામાં વોર્ડ કાઉન્સિલર દ્વારા અંતિમ સંસ્કારના નામ પર છેતરપિંડી તથા ઠગી કરવાનો આરોપ લગાવ્યો છે. મોહલ્લાના રહેવાસીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટ મુજબ સ્વર્ગીય બજરંગી હલવાઈના પુત્ર મનોજ કુમારનું કોરોનાથી મોત થયું છે. મોત બાદ કાઉન્સિલર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે કોરોના કાળમાં પરિજનો દ્વારા અંતિમ સંસ્કાર ન કરવામાં આવે તો નિગમની ટીમ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવે છે. તેના માટે 22 હજાર રૂપિયા ખર્ચ થાય છે. ઘણા લાંબા સમય સુધી મૃતદેહ મોહલ્લામાં જ રાખ્યા બાદ રહેવાસીઓના પ્રયાસથી મૃતકના મામા દ્વારા લગભગ 16 હજાર રૂપિયા આપ્યા બાદ મૃતદેહને લારીમાં લઈ જવામાં આવ્યો.
બીજી તરફ, કાઉન્સિલર સુશીલ કુમાર મિઠ્ઠુએ પોતાના પર લાગેલા આરોપોને નિરાધાર ગણાવ્યા. પરંતુ મૃતદેહને લારીમાં લઈ જવાને લઈ નગર નિગમ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. વીડિયો રાષ્ટ્રીય સ્તરે વાયરલ થયા બાદ જિલ્લા પ્રશાસનમાં પણ હોબાળો મચી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર