ન્યૂઝ18 ગુજરાતી : બિહારના મુજફ્ફરપુરમાં એક્યૂટ ઇન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES) એટલે કે ચમકી તાવનો કહેર ચાલી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 108 બાળકોએ જીવ ગુમાવ્યો છે. આજે મુખ્યમંત્રી નીતીશ કુમાર મુજફ્ફરપુરના પ્રવાસે છે. નીતીશ દર્દીઓની સ્થિતિ જાણવા શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SKMCH)માં પહોંચ્યા, પરંતુ ત્યાં તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. બહાર ઊભેલા લોકોએ નીતીશ ગો બેકના નારા લગાવ્યા અને તેમને કાળા ઝંડા પણ દર્શાવ્યા. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના પ્રવાસ સમયે જ હોસ્પિટલમાં ચમકી તાવથી વધુ એક બાળકનું મોત થયું.
મંગળવારે મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી બાળકોના મોતના 17 દિવસ બાદ સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. સીએમ હોસ્પિટલ પહોંચીને મૃત બાળકોના માતા-પિતાને મળી રહ્યા હતા અને ઇન્સેફેલાઇટિસ પીડિત બાળકોની પણ તબિયત વિશે માહિતી મેળવી રહ્યા હતા. જોકે, સીએમના પ્રવાસને લઈને પહેલાથી જ વિરોધની આશંકા હતી જેને લઈને હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ છતાંય લોકોએ પરિસરની બહાર જોરદાર સૂત્રોચ્ચાર કર્યો.
#WATCH Locals hold protest outside Sri Krishna Medical College and Hospital in Muzaffarpur as Bihar CM Nitish Kumar is present at the hospital; Death toll due to Acute Encephalitis Syndrome (AES) is 108. pic.twitter.com/N1Bpn5liVr
મુજફ્ફરપુરમાં ચમકી તાવથી બિહારમાં થઈ રહેલા મોત પર ભાજપ સાંસદ અજય નિષાદે નિવેદના આપતાં કહ્યું છે કે, ચમકી તાવ માટે 4G જવાબદારી છે. તેના કારણે મોત થઈ રહ્યા છે. ભાજપના સાંસદે ગામ, ગરમી, ગરીબી અને ગંદકીને 4G ગણાવ્યા. તેઓએ કહ્યું અતિ પછાત સમાજના લોકો આ બીમારીનો શિકાર બની રહ્યા છે. તેમની રહેણી-કરણી નીચી છે. બાળકો બીમાર છે.
AES બીમારીથી અત્યાર સુધી 132 બાળકોના મોત
ઉલ્લેખનીય છે કે, બિહારમાં ચમકી તાવ એટલે કે એઈએસથી બિહારમાં 132 બાળકોનાં મોત થયા છે. જોકે, સરકારી આંકડાઓમાં આ સંખ્યા 105 કહેવામાં આવી રહી છે. મંગળવારે સીએમના પ્રવાસના ઠીક પહેલા મુજફ્ફરપુરની SKMCH હોસ્પિટલમાં 3 અને બાળકોના મોત થવાના અહેવાલ છે. જિલ્લામાં 17 દિવસોથી એઈએસનો કહેર સતત ચાલુ છે અને આ બીમારીથી મુજફ્ફરપુર સહિત રાજ્યના 12 જિલ્લા પ્રભાવિત છે.