સુધીર કુમાર, મુઝફ્ફરપુર. બિહાર (Bihar)ના મુઝફ્ફરપુર (Muzaffarpur)માં પ્રેમ સંબંધમાં એક પ્રેમી યુવકની નિર્મમ હત્યા (Muzaffarpur Brutal Murder) કરવાનો મામલો સામે આવ્યો છે. યુવકની લાઠી, ડંડા અને લોખંડના સળીયાથી મારીને હત્યા કરવામાં આવી. સાથોસાથ તેનું પ્રાઇવેટ પાર્ટ (Man’s Private Part) પણ કાપી દેવામાં આવ્યું. ઘટના જિલ્લાના કાંટી પોલીસ સ્ટેશન હદના રેપુરા રામપુરસાહ અને સોનવર્ષા ગામની છે. હત્યાની આ ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપી પરિવાર સાથે ઘર છોડીને ફરાર થઈ ગયા. ત્યારબાદ આક્રોશિત લોકોએ આરોપીઓના દરવાજા પર મૃતકના અંતિમ સંસ્કાર કરી દીધા. મામલાની જાણકારી મળતાં જ પોલીસ (Police) પણ તપાસમાં લાગી ગઈ. જ્યારે વિસ્તારમાં તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળની તૈનાથી કરી દેવામાં આવી છે.
મળતી જાણકારી મુજબ, રેપુરા નિવાસી મનીષ કુમારના દીકરા સૌરભની સોનવર્ષા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ એક વર્ષથી ચાલી રહ્યો હતો. આ સંબંધી યુવતીના ઘરવાળાઓને સ્વીકાર્ય નહોતો. થોડાક મહિના પહેલા પણ યુવતીના પરિજનોએ સૌરભ સાથે મારઝૂડ કરી હતી અને પંચાયત પણ બોલાવી હતી. આ કારણથી સૌરભના પિતાએ તેને બહાર મોકલી દીધો હતો. પરંતુ ત્યારબાદ બહેનના લગ્નમાં સૌરભ ગામે આવ્યો હતો. શુક્રવારની સાંજે સૌરભ અચાનક યુવતીને મળવા તેના ઘરે પહોંચી ગયો. આ વાત પર યુવતીના પરિજન ખૂબ ગુસ્સે ભરાયા. તેમણે લાઠી, ડંડા અને લોખંડના સળીયાથી સૌરભ સાથે ખૂબ મારઝૂડ કરી જેના કારણે તે બેભાન થઈ ગયો. ત્યારબાદ આરોપીઓએ સૌરભનું પ્રાઇવેટ પાર્ટ પણ કાપી દીધું અને તેને એક ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરાવી દીધો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.
#WATCH | Kin of the man killed in connection with an alleged love affair in Muzzafarpur, Bihar was cremated in front of the accused's house, yesterday.
Prime accused and three others have been arrested in connection with the killing: Kanti Police Station, Muzzafarpur pic.twitter.com/ZNYWYcDWjc
મૃતકના પિતા અને કાકાએ જણાવ્યું કે, સમજી વિચારીને કરવામાં આવેલા કાવતરા હેઠળ સૌરભને બોલાવવામાં આવ્યો અને હત્યા કરવામાં આવી. તેમના જણાવ્યા મુજબ, દીકરાની હત્યા બાદ આરોપીઓએ પિતા મનીષ કુમારને તેમના ઘરે બોલાવ્યા અને હથિયારના જોરે સાદા કાગળ પર લખાવી દીધું કે દીકરાએ ભૂલ કરી તો મારઝૂડ કરવામાં આવી છે અને તેને જીવીત સ્થિતિમાં હૉસ્પિટલ લઈ જવાયો છે. તેમના જણાવ્યા મુજબ, યુવતીના કાકા પ્રશાંત કુમારે સૌરભની હત્યા કરી છે. શનિવારે સૌરભના મોત બાદ ગામમાં હોબાળો થઈ ગયો. પરિજનોએ કાંટી પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી છે. ઘટના બાદ આરોપી સમગ્ર પરિવાર ઘર બંધ કરી ફરાર છે.
આ દરમિયાન ગામમાં ભીડે આરોપીઓના ઘર પર હુમલો કરી દીધો પરંતુ ત્યાં તૈનાત પોલીસે ભીડને રોકી દીધી. અંતમાં આક્રોશિત ગામ લોકોએ આરોપીઓના દરવાજા પર જ મૃતકના અંતિમ સંસ્કાર કર્યા. વિસ્તારમાં આ હત્યાને લઈ ભારે તણાવની સ્થિતિ છે. તેને જોતાં મોટી સંખ્યામાં પોલીસ દળની તૈનાતી કરવામાં આવી છે. કાંટી સહિત આસપાસના કરજા, પાનાપુર ઓપી, બ્રહ્મપુરા પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. સિટી એસપી રાજેશ કુમારે જણાવ્યું કે મૃતકના પરિજનોના નિવેદન પર કેસ નોંધી લેવાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર તથ્ય સામે આવશે. હાલ આરોપીઓની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર