Home /News /national-international /માથાફરેલો પ્રેમી! પ્રેમિકાના લગ્ન અટકાવવા CMને કર્યુ ટ્ટીટ, '.... તો મારી ગર્લફ્રેન્ડના લગ્ન અટકી જશે'

માથાફરેલો પ્રેમી! પ્રેમિકાના લગ્ન અટકાવવા CMને કર્યુ ટ્ટીટ, '.... તો મારી ગર્લફ્રેન્ડના લગ્ન અટકી જશે'

નીતિશ કુમારના ટ્વીટ પર આવેલા પ્રત્યુતરે બિહારમાં ટ્વીટર ગાંડુ કર્યુ

પૂર્વ ગર્લફ્રેન્ડના (Marriage of Girlfriend) લગ્ન રોકવા એક પ્રેમીએ મુખ્યમંત્રીને કરેલુ ટ્વીટ સોશિયલ મીડિયામાં થઈ ગયું છે વાયરલ

પ્રેમ (Love) કરનાર વ્યક્તિ ગમે તેવા સીમાડા ઓળંગી જાય છે. પ્રેમીઓ પોતાના પ્રેમને પામવા માટે ફના થઈ જવા પણ તૈયાર હોય છે. કહેવાય છે ને કે, પ્રેમ અને જંગમાં બધું જ ઉચિત છે. પરંતુ કેટલાક માથાફરેલ પ્રેમીઓ (Crazy Lover) પ્રેમને પામવા વિચિત્ર હરકત કરી બેસે છે. આવું જ કઈંક ટ્વીટર (Twitter) પર પણ જોવા મળ્યું છે. બિહારમાં (Bihar) પોતાની ગર્લફ્રેન્ડના (Marriage of Girlfriend) લગ્ન રોકવા એક પ્રેમીએ મુખ્યમંત્રી નીતીશ કુમારને (CM Nitish Kumar) રાજ્યમાં કોરોના વાયરસને ધ્યાને રાખીને લગ્ન પર પ્રતિબંધ મૂકી દેવા અરજ કરી છે.

મુખ્યમંત્રી નીતીશ કુમારની પોસ્ટ પર પંકજ કુમાર ગુપ્તાએ કરેલું ટ્વિટ ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ ટ્વિટને લઈને ટીખળ કરી રહ્યા છે. નીતીશ કુમાર સમક્ષ પંકજે કરેલી અરજ એકાએક ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. લોકો તે વાંચી પેટ પકડીને હસી રહ્યા છે. ત્યારે લોકોએ આ ટ્વિટના રમુજી પ્રત્યુત્તર આપ્યા છે.





13 મેના રોજ નીતીશ કુમારે કરેલી પોસ્ટ બાદ આ કિસ્સો બન્યો હતા. નીતિશ કુમારે ટ્વીટ કરીને રાજ્યમાં લોકડાઉનની સકારાત્મક અસર થઈ હોવાનું કહ્યું હતું. સાથે જ રાજ્યમાં આરોગ્ય સ્થિતિ સુધરી હોવાની વિસ્તૃત માહિતી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, 16 મેના આંકડા મુજબ બિહારમાં 6894 નવા કોરોના કેસ સામે આવ્યા હોવાનું નોંધાયું છે. જ્યારે પોઝિટિવ રેટ 5.73 ટકા રહ્યો છે. જેને લઈને મુખ્યમંત્રીએ લખ્યું છે કે, રાજ્યભરમાં કોરોના કેસોની ઘટતી સંખ્યાનું શ્રેય લોકડાઉનને આપી શકાય.



આ પોસ્ટ પર પંકજે હિન્દીમાં રીપ્લાય આપ્યો છે. તેણે કૉમેન્ટમાં કહ્યું છે કે, જો મુખ્યમંત્રી સમગ્ર રાજ્યમાં લગ્નો પર પ્રતિબંધ લગાવી દે તો 19 મેના રોજ તેની ગર્લફ્રેન્ડના લગ્ન છે તે પણ અટકી જશે. વધુમાં તેણે ઉમેર્યું હતું કે, જો મુખ્યમંત્રી આવું કરશે તો તે આજીવન તેમનો આભારી રહેશે.

પંકજની આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. જે બાદ ટ્વીટર યુઝર્સ તેને અલગ અલગ સલાહ આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું છે કે, શું લગ્ન રદ્દ થયા તો તે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે? અન્ય કેટલાક યુઝર્સે મુખ્યમંત્રીને પંકજની મદદ કરવા અપીલ કરી છે. કેટલાક વ્યવહારુ લોકોએ કોમેન્ટ કરી કે, પ્રેમ એ જીવનનો એક ભાગ છે. પ્રેમમાં પડવું સારું છે, પરંતુ વ્યક્તિએ પોતાના પ્રેમને પામવા એટલું કુશળ થવું જોઈએ કે તે કોઈ અન્ય પાસે ન જાય.



નોંધનીય છે કે, દેશમાં કોરોનાની સ્થિતિમાં નજીવો સુધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 2.59 લાખ નવા કોરોના કેસ અને 4200 મૃત્યુ ચોપડે નોંધાયા છે. અલગ અલગ રાજ્યોએ કોરોનાને રોકવા અલગ અલગ પ્રકારે નિયંત્રણ-લોકડાઉન લાદ્યા છે.
First published:

Tags: Bihar News, Boyfriend, Girlfriend, Lockdown, Marriage, ટ્વિટર twitter, નીતીશ કુમાર nitish kumar, બિહાર Bihar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन