મધેપુરા પોલીસ ચોકીના રજની નયાનગરમાં શુક્રવાર રાતે આ ઘટના ઘટી હતી. અહીં એક યુવકની પત્ની પિયરે જતી રહી હતી. જે હજૂ પાછી નથી આવી. આ વાતને લઈને યુવક નારાજ થઈ ગયો હતો
મધેપુરા: બિહારના મઘેપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્ની પિયરે જવાથી નારાજ પતિએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. તેને લઈને તેની હાલત ગંભીર થઈ ગઈ. પરિવારના લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરાવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ડોક્ટર્સનું કહેવું છે કે, યુવકની સારવાર ચાલી રહી છે. હાલમાં તેની હાલત ખતરામાંથી બહાર છે.
મધેપુરા પોલીસ ચોકીના રજની નયાનગરમાં શુક્રવાર રાતે આ ઘટના ઘટી હતી. અહીં એક યુવકની પત્ની પિયરે જતી રહી હતી. જે હજૂ પાછી નથી આવી. આ વાતને લઈને યુવક નારાજ થઈ ગયો હતો અને પોતાનો પ્રાઈવેટ પાર્ટ ધારદાર હથિયારથી કાપી નાખ્યો હતો. આ ઘટના બાદ જ્યારે પરિવારના લોકોને ખબર પડી તો, તુરંત તેને હોસ્પિટલે લઈ પહોંચી ગયા હતા.
કહેવાય છે કે, 25 વર્ષિય યુવકના લગ્ન ગ્વાલપાડા વિસ્તારના મલોધ વોર્ડની છોકરી સાથે થયા હતા. યુવકના પરિવારે જણાવ્યું કે, તેને ત્રણ દીકરી અને એક દીકરો છે. યુવક પંજાબના મંડીમાં રહીને કામ કરતો હતો. તે બે મહિના પહેલા જ ઘરે આવ્યો હતો.
યુવકના પરિવારનું કહેવું છે કે, યુવકની પત્ની મકર સંક્રાતિના અવસર પર પિયરે જતી રહી હતી. ત્યાર બાદ તે પિયરમાંથી પાછી આવી નહોતી. આ વાતથી નારાજ થઈને યુવકે શુક્રવારની રાતે ધારદાર હથિયારથી પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ તો, તેમણે તુરંત મેડિકલ કોલેજ પહોંચ્યા, જ્યાં ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે.
કહેવાય છે કે, યુવક માનસિક રીતે બિમાર છે. મેડિકલ કોલેજના ડો. સુકેશ કુમારે જણાવ્યું કે, યુવકની સારવાર થઈ રહી છે, હાલમાં તે સારી સ્થિતીમાં છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર