મુજફ્ફરપુર : મનિયારી પોલીસ સ્ટેશન (Police station)ક્ષેત્રના છિતરૌલી પંયાયતમાં ઓરકેસ્ટ્રા દરમિયાન સ્ટેજ પર ચડવા અને ગીતની ફરમાઇશને લઇને બે પક્ષોમાં ઘણી બબાલ થઇ હતી. આ આયોજન માટે પ્રશાસનની મંજૂરી લેવામાં આવી ન હતી અને કોરોના પ્રોટોકોલ(Corona protocol)નું પણ પાલન કરવામાં આવ્યું ન હતું. નશામાં ધૂત બનીને બાર બાળાઓ સાથે ઠુમકા લગાવવાનો અને મારપીટનો કોઇએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ કરી દીધો છે. વીડિયો વાયરલ (Video viral)થયા પછી પોલીસને જાણ થઇ હતી.
બતાવવામાં આવી રહ્યું છે કે છઠ્ઠ પર્વ સંપન્ન થયા પછી ગુરુવારની રાત્રે ઓરકેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાર બાળાને બોલાવવામાં આવી હતી. ભોજપુરી ગીત સંગીતની ધૂન પર બાર બાળા સ્ટેજ પર ઠુમકા લગાવી રહી હતી. આ દરમિયાન નશામાં ધૂત યુવક સ્ટેજ પર ચડી ગયો હતો અને ગીતની ફરમાઇશ કરવા લાગ્યો હતો.
આ પછી મંચની નીચે ઉભેલા કેટલાક યુવકોએ તેનો વિરોધ કર્યો અને બધાને સ્ટેજથી ઉતરવા માટે કહ્યું હતું. જેને લઇને બંને પક્ષોમાં ઝડપ થઇ હતી. કેટલાક લોકોએ મામલો શાંત કરાવ્યો હતો અને ફરી કાર્યક્રમ શરુ થયો હતો. " isDesktop="true" id="1151475" >
જોકે થોડા સમય પછી લાકડીઓ અને દંડા લઇને બીજા પક્ષના લોકો ત્યાં પહોંચ્યા હતા અને મારામારી કરી હતી. જેના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. જીવ બચાવવા માટે લોકો આજુબાજુના ઘરોમાં સંતાઇ ગયા હતા. બબાલને જોતા કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યો હતો.
એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલી યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં શુક્રવારે સાંજે એક યુવતીનું સંદિગ્ધ સ્થિતિમાં મોત (Death) થયા પછી જોરદાર બબાલ થઇ હતી. એક યુવતીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. એક યુવક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. સૂચના મળતા જ હંગામો મચી ગયો હતો. બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. પત્થરમારો પણ થયો હતો. પોલીસે યુવતીને લાશને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર