પૂર પીડિતોને ન મળ્યું સરકારી અનાજ, ઉંદર ખાઈને પેટ ભરવા મજબૂર

News18 Gujarati
Updated: July 16, 2019, 1:27 PM IST
પૂર પીડિતોને ન મળ્યું સરકારી અનાજ, ઉંદર ખાઈને પેટ ભરવા મજબૂર
હાથમાં ઉંદર પકડીને ઊભેલો બિહારનો પૂર પીડિત પરિવાર

ભૂખ મારવા માટે અનેક પરિવારોને ઉંદર ખાઈને જ ગુજરાન કરવું પડી રહ્યું છે

  • Share this:
બિહારમાં પૂરની ત્રાસદીની વચ્ચે માનવતાને શરમમાં મૂકનારી તસવીર સામે આવી છે. કટિહારમાં સરકાર મદદ ન મળવાથી લાચાર અનેક પરિવાર ઉંદર ખાઈને પોતાનો જીવ બચાવવા મજબૂર છે.

એક સમય હતો જ્યારે સમુદાય વિશેષના લોકો ઉંદર ખાઈને ગુજરાન કરતા હતા પરંતુ સરકારની કલ્યાણકારી યોજનાઓએ આ લોકોની જીવન શૈલીમાં મોટો બદલાવ લાવ્યા હતા. પરંતુ પૂરે ફરીથી એવા અનેક પરિવારોને ઉંદર ખાવા મજબૂર કરી દીધા છે. કટિહારના કદવા પ્રાંતના ડાંગી ટોળાની આ તસવીર પર વહિવટીતંત્ર કંઈ પણ સ્પષ્ટતા કરતું હોય, સ્થાનિક ધારાસભ્ય શકીલ અહમદ ખાન તેને માણસાઈની શરમજનક ઘટના ગણાવી રહ્યા છે.

સરકારી મદદની જાણકારી આપતો પૂર પીડિત પરિવાર


'ભોજનમાં લોટ નહીં તો ઉંદરથી ચલાવીશું'

પૂર પીડિત તાલા મુરમુરએ જણાવ્યું કે ભૂખ મારવા માટે સમગ્ર પરિવારને ઉંદર ખાઈને જ ગુજરાન કરવું પડી રહ્યું છે. કટિહારના કદવા પ્રાંતના ડાંગી ટોળા ગામના અનેક ઘર વિનાશકારી પૂરમાં ડૂબી ગયા છે. ઘરો ડૂબી ગયા બાદ પરિવાર માટે ભોજન ભેગું કરવાની જવાબદારી દાદા અને પૌત્ર પર આવી ગઈ. તેઓએ કહ્યું કે આશા હતી કે રાહતના નામે કંઇક અનાજ મળશે પરંતુ ખાલી હાથ ઘરે જવા કરતાં સારું છે કે ફરીથી મજબૂરીમાં તો મજબૂરીમાં કેટલાક ઉંદર મારીને લઈ જઈએ જેનાથી પરિવારના અન્ય લોકોનું પેટ ભરી શકાય.

આ પણ વાંચો, આસામ : પૂરના કારણે 43 લાખ લોકો ફસાયા, કાજીરંગા નેશનલ પાર્કનો 95% ભાગ ડૂબ્યો

વિસ્તારમાં પૂર પીડિતો વિશે જાણકારી આપતા સ્થાનિક ધારાસભ્યપૂરમાં 300થી વધુ પરિવાર ફસાયા

પૂરથી ડાંગી ટોળામાં લગભગ 200-300 પરિવાર ખરાબ રીતે ફસાઇ ગયા છે. તેથી એક સમયે ઉંદર ખાવાથી બહાર આવેલો આ સમાજ હવે ફરીથી ઉંદર ખાવા મજબૂર બન્યો છે. આ સવાલના જવાબ પર બીડીઓ રાકેશ ગુપ્તાએ ઉંદર ખાવાની જાણકારી હજુ સુધી તેમને નથી મળી એવું કહ્યું. પરંતુ સ્થાનિક ધારાસભ્ય શકીલ અહમદ ખાને તેને માણસાઈ માટે શરમજનક ઘટના ગણાવતાં વહિવટીતંત્ર પર પૂર પહેલાની તૈયારીને લઈ પૂરી રીતે નિષ્ફળ થવાનો આરોપ લગાવ્યો. તેમણે વહેલી તકે કદવાને પૂરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ કરી.

નોંધનીય છે કે, હાલ બિહારમાં 12 જિલ્લા પૂરમાં ડૂબેલા છે. તેના કારણે ત્યાંની 20 લાખથી વધુ વસતી પ્રભાવિત થઈ છે. પૂરના કારણે અત્યાર સુધી એક ડઝન લોકોનું ડૂબવાથી મોત થવાના અહેવાલ છે.

(રિપોર્ટ- સુબ્રત ગુહા)
First published: July 16, 2019, 1:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading