આપણે ત્યાં તો કહેવાય છે કે, મા બાપ અને ગુરુ આ ત્રણેયને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. માર મારતી મહિલા પોલીસે પણ ભણતી વખતે આ વાત જાણી હસે. પણ આજે આ મહિલા પોલીસ એક વૃદ્ધ શિક્ષકને ઢોર માર મારી રહી છે. જ્યારે વૃદ્ધ માર ખાતા ખાતા સફાઈ આપી રહ્યા છે.
કૈમૂર: બિહારના કૈમૂર જિલ્લાના ભભુઆ પોલીસ ચોકી વિસ્તારની મહિલા કોન્સ્ટેબલ પર એક વદ્ધ સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. આપને જણાવી દઈએ કે, આ વૃદ્ધ વ્યક્તિ સાથે ઢોરમાર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં પણ જોઈ શકશો કે બે મહિલા કોન્સ્ટેબલ એક વૃદ્ધ શિક્ષકને ડંડા વડે મારી રહી છે, જ્યારે વૃદ્ધ વ્યક્તિ તેણે કંઈ કર્યું નહીં હોવાની વાત કહી રહ્યો છે.
આપણે ત્યાં તો કહેવાય છે કે, મા બાપ અને ગુરુ આ ત્રણેયને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. માર મારતી મહિલા પોલીસે પણ ભણતી વખતે આ વાત જાણી હસે. પણ આજે આ મહિલા પોલીસ એક વૃદ્ધ શિક્ષકને ઢોર માર મારી રહી છે. જ્યારે વૃદ્ધ માર ખાતા ખાતા સફાઈ આપી રહ્યા છે.
कैमूर में महिला पुलिसकर्मियों की बर्बरता। दो महिला सिपाहियों ने एक बुजुर्ग टीचर को लाठियों से पीटा। कानून किसी को भी मारपीट का अधिकार नहीं देता है। ऐसी बर्बर महिला पुलिसकर्मियों पर कार्रवाई कब?#kaimur#biharpic.twitter.com/QHw9Ge8BVt
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, જે વૃદ્ધની મહિલા પોલીસ દ્વારા પીટાઈ કરવામાં આવી રહી છે, તે વૃદ્ધ નવલ કિશોર પાંડે દરરોજની માફક સ્કૂલે ભણાવવા માટે પોતાની સાયકલ લઈને જઈ રહ્યા હતા. તે જ સમયે ભભુઆ શહેરના એકતા ચોક પાસે તેમની સાયકલ પડી ગઈ. જ્યાં ભભુઆ પોલીસ ચોકી તરફથી ટ્રાફિક માટે 2 મહિલા કોન્સ્ટેબલના ત્યાં તૈનાત કરી હતી. આ મહિલા પોલીસ આવી અને કહ્યું કે, આપ આપની સાયકલ હટાવી લો. પણ વૃદ્ધ વ્યક્તિ હોવાથી સાયકલ હટાવામાં થોડુ મોડુ થયું. મોડુ થતાં ગુસ્સે થયેલી મહિલા પોલીસે કંઈ પણ કહ્યા વગર તુરંત વૃદ્ધ દાદા પર ધોકા લઈને તૂટી પડી હતી.
એસપીએ આપ્યા તપાસના આદેશ
વૃદ્ધની ઉંમર લગભગ 70 વર્ષથી વધારે હોવાનું કહેવાય છે અને તે કૈમૂર જિલ્લાના સોનહન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બરૌલી ગામના છે. દરરોજની માફક તેઓ સોનહનથી ભભુઆ સાયકલ લઈને બાળકોને ભણાવવા આવતા હતા. કૈમૂર એસપીએ જણાવ્યું છે કે, મેં એસડીપીઓ સુનીલ કુમારને તપાસના આદેશ આપી દીધા છે અને 24 કલાકની અંદર રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર