Home /News /national-international /પ્રેમ લગ્નના પારખાં: બે માસૂમ બાળકો છોડીને ભાગી ગઈ પત્ની, ભિખારી બની પોસ્ટર લઈને શોધી રહ્યો છે પતિ
પ્રેમ લગ્નના પારખાં: બે માસૂમ બાળકો છોડીને ભાગી ગઈ પત્ની, ભિખારી બની પોસ્ટર લઈને શોધી રહ્યો છે પતિ
પત્નીનું પોસ્ટર લઈને શોધી રહ્યો છે પતિ
પોતાના પ્રથમ પુત્ર અંશને જન્મ આપ્યાના છ મહિના બાદ તે ઘર છોડીને જતી રહી હતી. આ દરમિયાન બંનેમાં ખટાસ એટલી વધી ગઈ હતી કે, તે પોતાના પતિને કોઈ ધારદાર હથિયારથી ઈજા કરીને ભાગી ગઈ હતી.
કૈમૂર (બિહાર): રામગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ડહરક ગામના રહેવાસી કૃષ્ણ મુરારી ગુપ્તા પોતાની પત્ની બેવફાઈથી કંટાળી ગયા છે. સ્થિતી એવી છે કે, તે ઘરબાર છોડીને રામગઢ બજારમાં પોતાની પત્નીનું પોસ્ટર લઈને ફરી રહ્યો છે અને લોકો પાસે ભીખ માગી રહ્યો છે. તેની પત્ની છેલ્લા કેટલાય મહિનાથી ગાયબ છે. જેની ક્યાય ભાળ મળતી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, કૃષ્ણ મુરારી ગુપ્તા અને તેની પત્ની કૈમૂર જિલ્લાના રહેવાસી છે. બંનેના 2017માં પ્રેમ લગ્ન થયા હતા. કૃષ્ણ મુરારી જિલ્લાના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. તેની પત્ની નુઆવ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. કૃષ્ણ મુરારીની પત્ની લગ્નના એક વર્ષ બાદથી ઘણી વાર ઘર છોડીને ભાગી ચુકી છે. જો કે, ઘણી વાર પ્રશાસને સમાધાન કરાવીને બંનેને ભેગા કરાવ્યા હતા.
બે માસૂમ બાળકોને એકલો પિતા સંભાળી રહ્યો છે
પોતાના પ્રથમ પુત્ર અંશને જન્મ આપ્યાના છ મહિના બાદ તે ઘર છોડીને જતી રહી હતી. આ દરમિયાન બંનેમાં ખટાસ એટલી વધી ગઈ હતી કે, તે પોતાના પતિને કોઈ ધારદાર હથિયારથી ઈજા કરીને ભાગી ગઈ હતી. તો વળી કૃષ્ણ મુરારીએ જણાવ્યું કે, તે પોતાના બંને માસૂમ બાળકોની સાથે ભીખ માગી રહ્યો છે, જેથી તેની પરવરિશ સારી રીતે કરી શકે.
મુરારીએ જણાવ્યું હતું કે, તેમની પત્નીના લગ્ન બાદથી તે ખૂબ જ પ્રતાડિત કરી રહી છે. આજે તેની હાલત ભિખારી કરતા પણ ખરાબ છે. બંને બાળકોના જન્મ બાદ તે એકલા બાળકોને મોટા કરી રહ્યો છે. તેની પત્ની, બાળકોને જન્મ આપ્યા બાદ ભાગી ગઈ અને 5 વર્ષમાં 30થી 35 વખત ઘરેથી ભાગી ચુકી છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર