બિહાર : એકબીજાની ઇફ્તાર પાર્ટીમાં ન ગયા BJP-JDUના નેતા

મોદી સરકારના મંત્રીમંડળમાં યોગ્ય ભાગીદારી ન મળવાથી નાખુશ જેડીયૂના કોઈ નેતા રવિવારે બીજેપી તરફથી આયોજીત ઇફ્તાર પાર્ટીમાં હાજર રહ્યા ન હતા.

News18 Gujarati
Updated: June 3, 2019, 9:26 AM IST
બિહાર : એકબીજાની ઇફ્તાર પાર્ટીમાં ન ગયા BJP-JDUના નેતા
સુશીલ મોદી, નીતિશ કુમાર
News18 Gujarati
Updated: June 3, 2019, 9:26 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : બિહારની રાજધાની પટનામાં આજે લોક જનશક્તિ પાર્ટી (LJP) ઇફ્તાર પાર્ટીનું આયોજન કરી રહી છે. પાર્ટીના કાર્યાલય ખાતે આયોજીત પાર્ટીમાં NDAમાં સામેલ તમામ પાર્ટીના નેતાઓ હાજર રહી શકે છે. એલજેપીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમજ જેડીયૂના વરિષ્ઠ નેતાઓ તેમજ બીજેપીના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે.

નોંધનીય છે કે રવિવારે એલજેપી પ્રમુખ રામવિલાસ પાસવાન અને પાર્ટી સંસદીય દળના અધ્યક્ષ ચિરાગ પાસવાને સીએમ નીતિશ કુમાર અને રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી હતી અને તેમને ઇફ્તાર પાર્ટીમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. રામવિલાસ પાસવાને એનડીએના તમામ નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે.

મોદી સરકારના મંત્રીમંડળમાં યોગ્ય ભાગીદારી ન મળવાથી નાખુશ જેડીયૂના કોઈ નેતા રવિવારે બીજેપી તરફથી આયોજીત ઇફ્તાર પાર્ટીમાં હાજર રહ્યા ન હતા. બીજી તરફ બીજેપીના કોઈ નેતા પણ જેડીયૂની ઇફ્તાર પાર્ટીમાં સામેલ થયા ન હતા. જોકે, નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યુ હતું કે ઇફ્તાર પાર્ટીનો કોઈ રાજકીય મતલબ કાઢવો જોઈએ નહીં.

નોંધનીય છે કે બિહાર સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનાઇટેડે ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બંને પક્ષના નેતાઓ એકબીજાની ઇફ્તાર પાર્ટીમાં ગયા ન હતા. JDUએ હજ ભવનમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. JDUની પાર્ટીમાં પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી સામેલ થયા હતા.

બીજી તરફ બીજેપીના નેતા અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં JDUના કોઈ નેતા સામેલ થયા ન હતા. રાજદ નેતા તેમજ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પણ બિહારની રાજધાની પટનામાં પોતાના ઘરે ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં જીતનરામ માંઝી અને શિવાનંદ તિવારી સહિત ગઠબંધનના નેતાઓ સામેલ થયા હતા.

હકીકતમાં આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મોદીના મંત્રીમંડળમાં JDUને બીજેપી તરફથી ફક્ત એક મંત્રપદ ઓફર કરવામાં આવ્યું. જે બાદમાં JDUએ સરકારમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. સાથે એવું પણ જણાવ્યું કે તે ભવિષ્યમાં પણ મોદી સરકાર 2.0માં સામેલ નહીં થાય.
Loading...

રવિવારે મંત્રીમંડળની વિસ્તરણ

બિહારમાં એનડીએની સરકારનો રવિવારે વિસ્તાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે છેડો ફાડી ભાજપની સાથે સરકાર રચનારા નીતીશ કુમારે પોતાના મંત્રીમંડળમાં 8 નવા ચહેરાઓને સામેલ કર્યા. મંત્રી પદની શપથ લેનારા તમામ ધારાસભ્ય જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ના છે. મંત્રી પરિષદમાં ભાજપ અને લોક જનશક્તિ પાર્ટીના કોઈ ધારાસભ્યને સ્થાન નથી આપવામાં આવ્યું. નીતીશ કેબિનેટમાં જે ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસ છોડીને જેડીયૂમાં આવેલા અશોક ચૌધરો, એમએલસી નીરજ કુમાર, લક્ષ્મેશ્વર રાય, પૂર્વ મંત્રી શ્યામ રજક, બીમા ભારતી, સંજય ઝા, નરેન્દ્ર નારાયણ યાદવ, રામસેવક સિંહ સામેલ છે.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...