Home /News /national-international /ટ્રેનમાં ઘુસી પેસેન્જરને હેરાન કરતા કિન્નરો પર એક્શન: રેલ વિભાગે 85 કિન્નરોની કરી ધરપકડ, 64 હજારનો દંડ ફટકાર્યો
ટ્રેનમાં ઘુસી પેસેન્જરને હેરાન કરતા કિન્નરો પર એક્શન: રેલ વિભાગે 85 કિન્નરોની કરી ધરપકડ, 64 હજારનો દંડ ફટકાર્યો
રેલ વિભાગની કિન્નરો પર મોટી કાર્યવાહી
લગભગ દરેક મુસાફરને ક્યારેકને ક્યારેક એ જોવા મળ્યું હશે કે, ટ્રેનમાં યાત્રા દરમિયાન કિન્નર આવે છે અને પૈસા માગે છે. કેટલીય વાર તેમના દ્વારા જબરદસ્તી કરવામાં આવે છે. તો વળી ઘણી વાર કિન્નરો દ્વારા મુસાફરોને પરેશાન પણ કરવામાં આવે છે. પણ તેની સાથે જોડાયેલ એક કેસ સામે આવ્યો છે. જ્યાં ટ્રેનમાં કિન્નરોને પૈસા માગવા ભારે પડ્યું છે.
પટના: ભારતીય રેલવેમાં દરરોજ હજારો લોકો મુસાફરી કરતા હોય છે. રેલવેમાં મોટા ભાગે ટિકિટને લઈને ભારે મારામારી રહેતી હોય છે, તેમ છતાં લોકો ટિકિટ વગર કે વેઈટિંગ ટિકિટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યા પર મુસાફરી કરી લેતા હોય છે.
લગભગ દરેક મુસાફરને ક્યારેકને ક્યારેક એ જોવા મળ્યું હશે કે, ટ્રેનમાં યાત્રા દરમિયાન કિન્નર આવે છે અને પૈસા માગે છે. કેટલીય વાર તેમના દ્વારા જબરદસ્તી કરવામાં આવે છે. તો વળી ઘણી વાર કિન્નરો દ્વારા મુસાફરોને પરેશાન પણ કરવામાં આવે છે. પણ તેની સાથે જોડાયેલ એક કેસ સામે આવ્યો છે. જ્યાં ટ્રેનમાં કિન્નરોને પૈસા માગવા ભારે પડ્યું છે.
પૂર્વ મધ્ય રેલવેના ત્રણ દિવસીય વિશેષ અભિયાન રેલવે સુરક્ષાદળ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન 85 કિન્નરોને મુસાફરો દ્વારા મળેલી ફરિયાદના આધાર પર ધરપકડ કરી છે. આ દરમિયાન રેલવેએ કિન્નરૌ પાસેથી 64 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ મધ્ય રેલવેના ટ્વિટર અને એપ પર કિન્નરો અને ટ્રાંસજેન્ડર દ્વારા મુસાફરોને પૈસા માટે હેરાન કરવા અને જબરદસ્તી કરતા હોવાની ફરિયાદો આવી હતી. આ ફરિયાદને ધ્યાને રાખતા ત્રણ દિવસનું ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
85 કિન્નરોની ધરપકડ કરી
આ કારણે રેલવે રુટ પર ટ્રેનોમાં મુસાફરીથી પરેશાન કરવાના આરોપમાં 85 કિન્નરો અને ટ્રાંસજેન્ડરની ધરપકડ કરી છે અને 64 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, મુસાફરોનું કહેવું હતું કે, ટ્રેનમાં તેમને ટ્રાંસજેન્ડરમાં સોનપુર મંડલથી 28, દાનાપુર મંડલથી 24, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શનથી 18, ધનબાદથી 8, સમસ્તીપુરથી 7 કિન્નરોની ધરપકડ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર