ન્યૂઝ 18 ગુજરાતી: બિહારમાં લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકતા વડાપ્રધાન મોદીએ વાયદાઓ પૂર્ણ કરવા વધુ એક ટર્મની માંગણી કરી છે. રાજ્યના જમુઈ વિસ્તારમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર કરતા વડાપ્રધાને કહ્યું હતું કે જો કોંગ્રેસ 70 વર્ષમાં કામો પૂર્ણ કરી ન શકી તો હું પાંચ વર્ષમાં કેવી રીતે કરી શકું. આ નિવેદન વડાપ્રધાને મંગળવારે બિહારમાં યોજાયેલી એક રેલીમાં આપ્યું હતું.
કોંગ્રેસ પર નિશાન તાકતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “ હું તમામ કામો પૂર્ણ થયા હોવાનો દાવો નથી કરતો, જો તેઓ (કોંગ્રેસ) 70 વર્ષના અંતે પણ આવો દાવો ન કરી શકતી હોય તો હું 5 વર્ષમાં કેવી રીતે કરી શકું? હજુ ઘણું કરવાનું બાકી છે, અને મને તમારા આશિર્વાદની જરૂર છે. ”
વડાપ્રધાને કહ્યું હતું કે 70 વર્ષના સાશનમાં કોંગ્રેસે આતંકવાદ, મોધવારી, હિંસા, ભ્રષ્ટાચાર, કાળા નાળોનો વધારો થયો હતો, જ્યારે પ્રસાશન તળિયે જઈને બેસી ગયું હતું. બાબા સાબહેબ આંબેડકરની વિચારધારાને પરાજીત કરવા કોંગ્રેસ અને નહેરૂ ગાંધી પરિવાર ઘટતું બધું જ કર્યુ હોવાનો આક્ષેપ કરતા પીએમ મોદીએ કહ્યું,“ બાબા સાહેબને હરાવવા માટે કોંગ્રેસે ઘટતું બધું જ કર્યુ હતું. લોકોના મન પરથી તેમની છબી હટી જાય તેવા તમામ પ્રયાસો કર્યા હતા. એક પરિવારે પોતાના સભ્યોને 'ભારત રત્ન' આપ્યા પરંતુ બાબા સાહેબને આ સન્માન આપવાનું ભૂલી ગયા હતા.
વડાપ્રધાન મોદીના ભાષણ પર પ્રહાર કરતા બિહારના આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે આ પ્રકારના ભાષણો મુખ્યમંત્રી કે વડાપ્રધાનને શોભા નથી દેતા. રોજગારી, ખેતી, કે વિકાસની વાત કરવાના બદલે તેઓ આ પ્રકારની અર્થહિન વાતો કરે છે, અમને એવું હતું કે તેઓ બિહાર આવશે અને વિકાસની વાત કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર