અનિયંત્રિત ટ્રક ઝૂંપડામાં ઘૂસી જતાં ત્રણ બાળકોનાં કરૂણ મોત, ક્રેનની મદદથી લાશો બહાર કઢાઈ

દુર્ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ત્રણ બાળકોની લાશ રસ્તા વચ્ચે મૂકી કર્યો ચક્કાજામ

દુર્ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ત્રણ બાળકોની લાશ રસ્તા વચ્ચે મૂકી કર્યો ચક્કાજામ

 • Share this:
  રાહુલ ઠાકુર, ભાગલપુરઃ બિહારના ભાગલપુરમાં (Bhagalpur Accident) એક કરૂણ દુર્ઘટનામાં ત્રણ બાળકોનાં મોત થયા છે. ઘટના ભાગલપુરના નવગછિયાના પરબત્તા પોલીસ સ્ટેશન હદના વિક્રમશિલા અપ્રોચ રોડ પર જ્હાનવી ચોક પાસેની છે. મળતી જાણકારી મુજબ એક અનિયંત્રિત ટ્રક (Truck Accident) રસ્તાના કિનારે આવેલા ઝૂંપડામાં ઘૂસી ગઈ. આ દરમિયાન તેની ઝપટમાં આવવાથી એક જ પરીવારના બે દીકરીઓ અને એક દીકરાનું ઘટનાસ્થળે જ મોત થયું.

  ગુસ્સે ભરાયેલા લોકોએ કર્યો ચક્કાજામ

  ઘરમાં ટ્રક ઘૂસી જતાં ત્રણ બાળકોને કચડાઈ જવાથી મોતને ભેટ્યા. બીજી તરફ આ દુર્ઘટનામાં પિતા સહિત એક ભાઈ અને બહેન સુરક્ષિત છે. મળતી જાણકારી મુજબ, ઘટના ગુરુવાર વહેલી પરોઢની છે. દુર્ઘટનાનો શિકાર બનેલો પરિવાર રસ્તા કિનારે ઝૂંપડામાં રહેતો હતો. મૃતકોના પિતા ચા-નાસ્તાની દુકાન ચલાવે છે. આ ઘટનામાં બે ઢોરનાં પણ મોત થયા છે. દુર્ઘટના બાદ આક્રોશિત લોકોએ શબોને રસ્તા વચ્ચે મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું અને રોડ જામ કરી દીધો. ટ્રકની નીચે ફસાયેલા લોકોને કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી.

  આ પણ વાંચો, 62 એન્કાઉન્ટર કરી ચૂકેલા બિહારના નિવૃત્ત DSPએ પિસ્તોલથી ગોળી મારી કરી આત્મહત્યા


  પોલીસ ઘટનાસ્થળે પહોંચી

  ઘટનાની જાણકારી મળતાં પરબત્તા નવગછિયા, ખરીક અને જ્હાનવી ચોક ઓપી પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ત્યારબાદ ત્રણ લાશોને કબજામાં લઈ લેવામાં આવી છે. મૃતકોમાં 14 વર્ષના સૂરજ કુમાર, 11 વર્ષની ચંદા કુમારી, 9 વર્ષની પૂજા કુમારી સામેલ છે.

  આ પણ વાંચો, નગ્ન અવસ્થામાં ફ્રિજની અંદર મળી મહિલાની લાશ, હત્યા પહેલા દુષ્કર્મની આશંકા

  તમામ બાળકો ચંદ્રદેવ મંડલના સંતાન હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઘટના બાદ વિરોધ પ્રદર્શનના કારણે ઘણો સમય ટ્રાફિકજામ રહ્યો હતો. પોલીસ અત્યાર મામલાની તપાસ કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: