Home /News /national-international /VIDEO: બિહારમાં સરકારી સ્કૂલની બે મહિલા ટીચર વચ્ચે થઈ મારામારી, વાળ ખેંચી ગડદાપાટુ કર્યા

VIDEO: બિહારમાં સરકારી સ્કૂલની બે મહિલા ટીચર વચ્ચે થઈ મારામારી, વાળ ખેંચી ગડદાપાટુ કર્યા

bihar school teacher fighting video

મામલો બિહટા પ્રખંડ સ્થિત કોરિયા પંચાયતની માધ્યમિક સ્કૂલનો છે. આંતરિક વિખવાદથી લઈને મહિલા હેડ માસ્ટર કાંતિ કુમારી અને ટીચર અનિતા કુમારીની વચ્ચે ખૂબ મારપીટ થઈ હતી. બંને એકબીજાના વાળ ખેંચવા લાગી. આ દરમ્યાન એક બીજી મહિલાએ પણ ચપ્પલ અને ડંડાથી કાંતિ કુમારીની પિટાઈ કરવા લાગી.

વધુ જુઓ ...
પટના: બિહારની રાજધાની પટનાના બિહટામાં આવેલી એક સરકારી શાળામાં મહિલા પ્રિન્સિપલ અને ટીચર વચ્ચે મારામારી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્કૂલની બારી લગાવવાને લઈને બંને શિક્ષિકાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો એટલો વધી ગયો કે, જોત જોતામાં બંને ટીચર એકબીજા સાથે લડવા લાગી. સ્કૂલ પરિસર કુશ્તીનો અખાડો બની ગયો. આ દરમ્યાન બંને વચ્ચે ખૂબ ગડદાપાટુ ચાલ્યા. બંનેએ એક બીજાને જમીન પર પછાડીને ગડદાપાટુ માર્યા હતા. આ દરમ્યાન ત્યાં હાજર ગામલોકો તમાસો જોતા રહ્યા હતા.

આ પણ વાંચો: PHOTOS: અયોધ્યામાં રામલલાની ત્રણેય આરતીનો લ્હાવો લેવો હોય તો અહીં મળશે પાસ

મામલો બિહટા પ્રખંડ સ્થિત કોરિયા પંચાયતની માધ્યમિક સ્કૂલનો છે. આંતરિક વિખવાદથી લઈને મહિલા હેડ માસ્ટર કાંતિ કુમારી અને ટીચર અનિતા કુમારીની વચ્ચે ખૂબ મારપીટ થઈ હતી. બંને એકબીજાના વાળ ખેંચવા લાગી. આ દરમ્યાન એક બીજી મહિલાએ પણ ચપ્પલ અને ડંડાથી કાંતિ કુમારીની પિટાઈ કરવા લાગી.

બાદમાં અમુક લોકો વચ્ચે પડ્યા અને તેમને છોડાવ્યા. મારપીટ દરમ્યાન કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ મામલામાં પ્રખંડ શિક્ષણ અધિકારી નવેષ કુમારે જણાવ્યું કે, આ બંને ટીચર વચ્ચેનો વ્યક્તિગત વિવાદ છે. આ મામલામાં ઉચ્ચ અધિકારીને સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ દિશા-નિર્દેશ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Bihar News, Latest viral video