પટના : કોરોના મહામારી (Corona epidemic) વચ્ચે બિહાર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિશ કુમાર સરકારે બિહારમાં ફરી એક વખત લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની રફતાર રોકવા માટે સરકારે ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બિહારમાં આગામી 16મી જુલાઈથી 31મી જુલાઇ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન તમામ ઇમરજન્સી સેવા ચાલુ રહેશે.
બિહાર સરકારે આ નિર્ણય મંગળવારે મુખ્ય સચિવ દીપક કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ (CJM)ની બેઠક બાદ લીધો હતો. નિર્ણય પહેલા મુખ્ય સચિવે તમામ જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં તમામ જિલ્લાના સિવિલ સર્જન પણ હાજર રહ્યા હતા. લૉકડાઉન લાગૂ કરવાની જાણકારી નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ આપી હતી.
Lockdown to be imposed in the state from 16 to 31 July to curb the spread of #COVID19. Guidelines are being prepared: Bihar Deputy CM Sushil Kumar Modi (File pic) pic.twitter.com/sGz9AYicUO
નોંધનીય છે કે આખા બિહાર સહિત દેશમાં 24 માર્ચથી 31 મે સુધી લૉકડાઉન રહ્યું હતું. જે બાદમાં જૂનથી અનલૉક 1 અને જુલાઇથી અનલૉક 2 લાગૂ છે. પરંતુ આ દરમિયાન કોરોના પોઝિટિવ કેસ વધતા વિવિધ રાજ્ય સરકારો તકેદારીના ભાગરૂપે લૉકડાઉન લાગૂ કરી રહી છે.
વીડિઓમાં જુઓ : રિક્ષા ચાલકો અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
" isDesktop="true" id="999221" >
બિહારમાં કોરોનાનો કહેર
નોંધનીય છે કે બિહારમાં મંગળવારે બપોરના અઢી વાગ્યા સુધી કુલ સંક્રમિત કેસની સંખ્યા 17,421 થઈ ગઈ છે. જેમાંથી 12,364 લોકો સાજા થયા છે. જ્યારે 134 લોકોનાં મોત થયા છે. એટલે કે બિહારમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 4,923 છે. જ્યારે 10 જુલાઇ બપોર સુધી બિહારમાં 14,330 પોઝિટિવ કેસ હતા. પરંતુ 13 જુલાઇના રોજ સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દર્દીઓની સંખ્યા વધીને 17,421 થઈ ગઈ હતી. જ્યારે 10 થી 13 જુલાઇ વચ્ચે કોરોનાને કારણે 23 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં બે ડૉક્ટર પણ સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર