મુકેશ કુમાર, ગોપાલગંજ: બિહારના ગોપાલગંજમાં પ્રેમ લગ્ન કરનાર એક યુગલે સુહાગરાતે જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લગ્નના સાત ફેરા લીધા બાદ નવ પરિણીત યુગલે સુહાગરાતે જ ઝેર ખાઈને જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. જં બાદમાં ગંભીર હાલતમાં યુગલને સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાંથી તેને ગોરખપુર રિફર કરવામાં આવ્યા છે. બનાવ મીરગંજ પોલીસ સ્ટેશન મથક વિસ્તારનો છે. બનાવથી યુગલના પરિવારજનો પણ સ્તબ્ધ છે.
પરિવારના લોકોએ પોલીસને જણાવ્યું કે, જમશેદપુરના સોનાટે પોલીસ મથક વિસ્તારમાં રહેતી 28 વર્ષીય શાંતિ દેવીએ ગોપાલગંજના મીરગંજ શહેરમાં રહેતા ચંદ્રિકા સિંહના 30 વર્ષીય પુત્ર મુકેશ કમાર સાથે શનિવારે રાત્રે થાવે મંદિરમાં લગ્ન કર્યાં હતાં.
લગ્ન બાદ રવિવારે ઘરે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ભોજન સમારંભમાં સગા-સંબંધીઓ અને પરિચિતોને જમાડ્યા બાદ પતિ અને પત્ની ઊંઘવા માટે ચાલ્યા ગયા હતા. જોકે, સુહાગરાતે જ બંનેએ ઝેર ખાઈ લીધું હતું. યુગલને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં લાવનાર પરિવારના લોકોનું કહેવું છે કે બંનેએ ચીકનમાં ઝેર ભેળવીને ખાઈ લીધું હતું.
બંનેએ શા માટે ઝેર ખાઈ લીધું હતું તેની કોઈ માહિતી મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંનેને રૂમમાં બેભાન હાલતમાં પડેલા જોઈને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાત્રે ઇમરજન્સી વોર્ડના ડૉક્ટરોએ બંનેની સારવાર કરી હતી. જે બાદમાં આ અંગેની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. પોલીસ આવવાની સૂચના મળ્યા બાદ પરિવારના લોકો બંનેને લઈને વધારે સારી સારવાર કરાવવાના બહાને ફરાર થઈ ગયા હતા.
ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે પરિવારના લોકોએ ઝેર ખાધા બાદ નવ યુગલના ઉલટી કરાવવા માટે સર્ફનું પાણી પીવડાવ્યું હતું. હાલતમાં સુધારો ન થતાં પરિવારના લોકોએ બંનેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસનું કહેવું છે કે યુવક અને યુવતી બેભાન હાલતમાં હોવાથી તેમની પૂછપરછ થઈ શકી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર