પ્રેમિકાના સેંથામાં સિંદૂર ભરીને વીડિયો કર્યો વાયરલ, પ્રેમિકાના ભાઈઓએ પ્રેમીની કરી આવી હાલત

પ્રેમિકાના સેંથામાં સિંદૂર ભરી રહેલો પ્રેમી.

વાયરલ વીડિયોમાં પ્રેમી યુવકનો આરોપ છે કે પ્રેમિકાના પરિવારના લોકોએ લગ્ન (Marriage) બાદ તેને ચાકુ મારીને ઈજાગ્રસ્ત કરી દીધો હતો.

  • Share this:
    મુકેશ કુમાર, ગોપાલગંજ: બિહારના ગોપાલગંજ (Gopalganj)માં એક આશિક પ્રેમીએ પોતાની પ્રેમિકા (Lover)ના સેંથામાં સિંદૂર ભરી દીધું હતું. જે બાદમાં વીડિયો વાયરલ (Viral video) કર્યો હતો. જોકે, આશિકને આ વીડિયો વાયરલ કરવો મોંઘો પડ્યો છે. પ્રેમિકાના પરિવાર (Family)ને આ અંગેની જાણ થયા બાદ તેમણે દીકરીના પ્રેમિની જોરદાર ધોલાઈ કરી નાખી હતી. જે બાદમાં તેના પર ચાકુથી અનેક પ્રહાર કર્યાં હતા. બાદમાં પરિવારના લોકો યુવતીને સાથે લઈ ગયા હતા. હવે પીડિત આશિકા સોશિયલ મીડિયા પર લગ્ન કરવાનો અને ચાકુ મારવાથી ઘાયલ થવાનો વીડિયો વાયરલ કર્યો છે. ઘટના બરૌલીના કહલા રમઈ રાયના ટોલા ગામનો છે.

    વાયરલ વીડિયોમાં પ્રેમી યુવકનો આરોપ છે કે પ્રેમિકાના પરિવારના લોકોએ લગ્ન (Marriage) બાદ તેને ચાકુ મારીને ઈજાગ્રસ્ત કરી દીધો હતો. પીડિત યુવકનું નામ ગોલૂ કુમાર છે, જે બરૌલીના કહલા રમઈ રાયના ટોલા ગામનો નિવાસી છે. ગોલૂએ ગામની જ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. યુવકે લગ્ન માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. જે બાદમાં યુવતીની માંગ ભરીને વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયોમાં તે યુવતીના સેંથામાં સિંદૂર ભરી રહ્યો છે.

    આ પણ વાંચો: હરિયાણા: ત્રણ યુવતીઓએ વૃદ્ધના કપડાં ઉતારી બનાવ્યો વીડિયો, માંગ્યા પાંચ લાખ રૂપિયા

    આ વીડિયો પછી વધુ એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેના હાથ અને પેટના ભાગે ચાકુની ઈજાના નિશાન છે. યુવકનો આક્ષેપ છે કે તે કોઈ કામથી ઘરની બહાર નીકળ્યો હતો. આ દરમિયાન તેની પત્નીના ભાઈઓએ તેને ઘેરી લીધો હતો. પહેલા તેની જોરદાર ધોલાઈ કરવામાં આવી હતી અને પછી ચાકુથી હુમલો કર્યો હતો. હુમલા બાદ યુવકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકનું કહેવું છે કે મિસ કૉલના માધ્યમથી બંનેનો પ્રેમ શરૂ થયો હતો. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા.

    આ પણ વાંચો: દુલ્હાનું ઘર સાફ કરે તે પહેલા જ લૂંટરે દુલ્હનની ધરપકડ, વરરાજા અને પોલીસે આ રીતે ખેલ ઊંધો પાડ્યો

    આ પણ વાંચો: દાદાએ પૌત્રની પ્રેમિકાને બનાવી પ્રેગ્નેન્ટ, પૌત્ર દીકરો સમજીને જેને ઊછેરતો હતો તે કાકો નીકળ્યો

    લગ્ન બાદ થોડા દિવસ સુધી બંને સાથે રહ્યા હતા. સોમવારે પ્રેમિકાના ભાઈઓએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો અને યુવતીને પોતાની સાથે લઈ ગયા હતા. આ કેસમાં ચાર લોકો સામે નામજોગ અને ત્રણ અજાણ્યા લોકો પર હુમલો અને 5500 રૂપિયા લૂંટી લેવાની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: