આરાઃ બિહાર (Bihar)ના ભોજપુર જિલ્લામથક આરા (Ara)માં ફરી એકવાર અપરાધીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. શનિવારની રાત્રે ચંદવા કાલી મંદિરની નજીક અજાણ્યા બાઇક સવાર હથિયારધારી અપરાધીઓએ એક 17 વર્ષીય યુવકને ગોળી મારીને (Shoot) ઘાયલ કરી દીધો.
યુવકને મોઢા પર ગોળી વાગી છે જેના કારણે તેની હાલત ખૂબ ગંભીરી છે. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ યુવકની નાજુક હાલત જોઈને સારી સારવાર માટે પટના પીએમસીએચ રેફર કરી દીધો છે. કયા કારણે યુવક પર હુમલો થયો તે હજુ પણ સ્પષ્ટ નથી થઈ શક્યું. ઘટનાની જાણ થતાં જ નવાદા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
મળતી જાણકારી મુજબ, ચંદવા નિવાસી ધર્મેન્દ્ર તિવારીનો 17 વર્ષીય પુત્ર હર્ષિત તિવારી પોતાના કેટલાક સાથીઓની જોડે ફોટો શૂટ કરાવવા માટે ઘરથી નીકળ્યો હતો ત્યારે ચંદવા કાલી મંદિરની પાસે મોટર સાઇકલ પર સવાર અજાણ્યા અપરાધીઓએ તેને ગોળી મારી દીધી હતી. ગોળી વાગવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો. ઘાયલ યુવકના પરિજનોનું કહેવું છે કે મારા દીકરાની સાથે કોઈને પણ દુશ્મની નથી. તે પોતાના મિત્રોની સાથે ફોટો શૂટ કરવા માટે ઘરેથી નીકળ્યો હતો ત્યારે તેને અજાણ્યા અપરાધીઓએ ગોળી મારી દીધી.
આ પણ વાંચો, TikTok વીડિયો પર લાઇક્સ ન મળતાં હતાશ યુવકે આત્મહત્યા કરી લીધી
મામલાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ યુવકનું નિવેદન નોંધ્યું છે અને હાલ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. લૉકડાઉન દરમિયાન શહેરમાં બનેલી આ ઘટનાએ પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા કર્યા છે.
(રિપોર્ટઃ અભિનય પ્રકાશ)
Four More Shots Pleaseનો એ ઇન્ટીમેટ સીન જેણે મચાવી દીધો હતો હાહાકાર!
Published by:News18 Gujarati
First published:April 19, 2020, 07:32 am