Home /News /national-international /

મુઝફ્ફરપુરના ગરીબનાથ મંદિરમાં ભાગદોડથી 15 લોકો ઘાયલ

મુઝફ્ફરપુરના ગરીબનાથ મંદિરમાં ભાગદોડથી 15 લોકો ઘાયલ

બિહારના ગરીબનાથ મંદિરમાં ભાગદોડ મચી

ગરીબનાથ મંદિરમાં જળ ચઢાવવાની હોડમાં ભાગદોડ મચી ગઈ હતી.

  શ્રાવણ મહિનો એટલે કે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનામાં ઠેર ઠેર હર હર મહાદેવના નારા લાગે છે, શ્રાવણ મહિનો પવિત્ર મહિનો ગણાય છે. આ મહિનામાં ભોલેનાથના ભક્ત ભગવાનને રિઝવવા જાત-ભાતની પૂજા અર્ચના કરે છે. ઠેર-ઠેર મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. પરંતુ ક્યારેક ભક્તો એટલા ઉતાવળા બની જતી હોય છે કે, ભગવાનની સાથે અન્ય ભક્તો પણ હેરાન પરેશાન થઈ જાય. આવી જ ઘટના બિહારના મુઝફ્ફરપૂરમાં બની છે. અહીં ભક્તો શિવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, પરંતુ ધક્કા મુક્કી બાદ ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે.

  પ્રાપ્ત માહિતી મુજબ, બિહારના મુઝફ્ફરપૂરમાં શ્રાવણના ત્રીજા સોમવારે મોટી દુર્ઘટના બની છે. અહીં ગરીબનાથ મંદિરમાં જળ ચઢાવવાની હોડમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 15 લોકો ઘાયલ થયાની જાણકારી મળી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  આ ભાગદોડ સરકારી તંત્ર સામે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. જેમાં ભીજને નિયંત્રણ કરવાના તમામ દાવા કરવામાં આવ્યા હતા, જે ખોટા સાબિત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, શ્રાવણના ત્રીજો સોમવાર હોવાના કારણે અહીં ઘણા શ્રદ્ધાળુ એકત્રિત થઈ ગયા હતા. જે સમયે જળાભિષેક થઈ રહ્યો હતો, તે સમયે આ દુર્ઘટના બની.

  પોલીસનું કહેવું છે કે, કાવડીયો દ્વારા જળાભિષેક કરવામાં આવી રહ્યો હતો, તે દરમ્યાન શાંતી બનાવી રાખવાની વારંવાર સલાહ આપવામાં આવી રહી હતી. સવારે ચાર વાગ્યા સુધી કેટલીએ વખત ભીડ અનિયંત્રિત થઈ, વચમાં સ્થિતિ સંભાળવામાં આવી, પરંતુ પછી તો કાવડીયે અનિયંત્રિત થઈ ગયા અને ભાગદોડ મચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Muzaffarpur, બિહાર

  આગામી સમાચાર