NDAનો સાથ છોડી મહાગઠબંધનમાં જોડાયા જીતન રામ માંઝી

News18 Gujarati
Updated: February 28, 2018, 12:27 PM IST
NDAનો સાથ છોડી મહાગઠબંધનમાં જોડાયા જીતન રામ માંઝી
જીતન રામ માંઝી (ફાઈલ તસવીર)

કહેવામાં આવી રહ્યું છે કે મહાગઠબંધનમાં સામેલ થયા બાદ રાજદ તેમને રાજ્ય સભામાં મોકલી શકે છે.

  • Share this:
એનડીએમાં હાંસિયામાં ચાલી રહેલા હિન્દુસ્તાની આવામ મોર્ચાના નેતા તેમજ બિહારના પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ બુધવારે એનડીએ સાથે છેડો ફાડીને મહાગઠબંધનનો હાથ પકડી લીધો હતો. બુધવારે તેજસ્વી યાદવ તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. જેના બાદમાં બંને નેતાઓએ બહાર આવીને આ જાહેરાત કરી હતી.

માંઝી હવે પ્રેસ કોન્ફરન્સ કરીને મહાગઠબંધનમાં સામેલ થયાની ઓફિશિયલ જાહેરાત કરશે. સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે બંને નેતાઓ વચ્ચે ગૃહની કાર્યવાહી શરૂ થયાના પહેલા જીતન રામ માંઝીના ઘરે મુલાકાત થઈ શકે છે. થયું પણ કંઈક આવું જ હતું.

સવારે 10 વાગ્યે તેજસ્વી પોતાની પાર્ટીના નેતા ભોલા યાદવ અને ભાઈ વીરેન્દ્ર યાદવ સાથે માંઝીના ઘરે પહોંચી ગયા હતા. તેના થોડા સમય બાદ લાલુ યાદવના મોટા પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવ પણ માઝીને મળવા તેના ઘરે પહોંચી ગયા હતા. લગભગ 45 મિનિટ સુધી બંને વચ્ચે બેઠક મળ્યા બાદ તેજસ્વી અને તેજપ્રતાપ બહાર આવ્યા હતા. બાદમાં માંઝીએ એનડીએ છોડવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેજસ્વીએ માંઝીને પિતાતુલ્ય ગણાવ્યા હતા.

માંઝી એનડીએમાં તેમની થઈ રહેલી સતત ઉપેક્ષાથી નારાજ હતા. તેમણે પહેલા જ એનડીએ છોડવાના સંકેત આપી દીધા હતા. માંઝીએ તાજેતરમાં જ જહાનાબાદ પેટાચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજગી જાહેર કરતા ચૂંટણી પ્રચાર નહીં કરવાની વાત કરી હતી. બીજી તરફ રાજદ તરફથી માંઝીને સતત એનડીએ છોડીને મહાગઠબંધનમાં સામેલ થવાની ઓફર કરવામાં આવી રહી હતી.

માંઝીએ એનડીઓનો સાથ છોડ્યા બાદ બિહારના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહાગઠબંધનમાં સામેલ થયા બાદ રાજદ તેમને રાજ્ય સભામાં મોકલી શકે છે.

નોંધનીય છે કે આ પહેલા એનડીએના સાથી પક્ષ શિવસેનાએ એવી જાહેરાત કરી છે કે તે આગામી ચૂંટણીમાં બીજેપી સાથે ગઠબંધનમાં નહીં રહે. તેની સાથે જ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂ પણ એનડીએથી નારાજ હોવાના સંકેત મળી રહ્યા છે.
First published: February 28, 2018, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading