પિતા-પુત્રીએ ઘર અને એપાર્ટમેન્ટને કોરોના પ્રૂફ બનાવ્યું, ભારત સરકારને મોકલ્યો આઇડિયા

News18 Gujarati
Updated: May 14, 2020, 11:11 AM IST
પિતા-પુત્રીએ ઘર અને એપાર્ટમેન્ટને કોરોના પ્રૂફ બનાવ્યું, ભારત સરકારને મોકલ્યો આઇડિયા
સેનિટાઇઝ ટેન્ક.

બિહારના પિતા-પુત્રીની કમાલ : ટેક્નોલૉજીના ઉપયોગથી આખા ઘરને કોરોના પ્રૂફ બનાવ્યું, શાકભાજી માટે બનાવી સેનિટાઇઝ ટેન્ક.

  • Share this:
પટના : યોગેશ કુમાર (Yogesh Kumar) અને તેમની દીકરી આકાંક્ષા (Akanksha)એ સાથે મળીને પોતાના ઘર અને એપાર્ટમેન્ટને કોવિડ-19 (COVID-19)થી બચાવવા માટે ટેક્નોલૉજી (Technology)ની મદદથી અનેક ઉપાયો કર્યા છે. આ ઘરની ચર્ચા પાડોશીઓ અને હવે આખા પટના શહેરમાં થવા લાગી છે. યોગેશનું ઘર પટના (Bihar Patana City)ના પટેલ નગરમાં આવેલું છે. યોગેશ જે એપાર્ટમેન્ટમાં રહે છે તેમાં લગભગ 20 પરિવાર રહે છે. આથી તેઓ તેમના ઘરની સાથે આખા એપોર્ટમેન્ટને કોરોનાથી બચાવવા માટે કામે લાગ્યા છે.

સૌથી પહેલા એપાર્ટમેન્ટ નીચે જ હાથ ધોવા માટે નળ લગાવવામાં આવ્યા છે. આ નળને ટેક્નોલૉજીની મદદથી એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તેને ખોલવા માટે સ્પર્શ કરવાની જરૂર નથી રહેતી. સેન્સરથી આ નળ જાતે જ ચાલુ અને બંધ થાય છે.

સેનિટાઇઝ મશીન

ઘરમાં શાક અને સબ્જીથી પણ કોરોના ફેલાવાનો ખતરો છે. આથી તેમણે અહીં એક સેનિટાઇઝ ટેન્ક બનાવી છે. જેમાં શાકભાજી નાખી દેવાની હોય છે અને તે સેનિટાઇઝ થઈ જાય છે. આ ટેન્કમાં 20 લીટર પાણી ભરી શકાય છે. તેમાં મીઠું અને વિનેગર નાખીને શાકભાજીને સેનિટાઇઝ કરવામાં આવે છે.

આ પણ વાંચો : હાય રે ભૂખ! જૂનાગઢમાં પરોઠા હાઉસના તાળા તૂટ્યાં, કોઈ વસ્તુની ચોરી નહીં, ભૂખ્યા લોકો પેટનો ખાડો પૂરી જતા રહ્યા

તાપમાન સેન્સર 

બહારથી એપાર્ટમેન્ટમાં આવતા લોકોનું તાપમાન માપવા માટે એક મશીન લગાવવામાં આવ્યું છે. જુગાડની મદદથી આ મશીન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જો કોઈનું તાપમાન નોર્મલ કરતા વધારો હોય તો તે અવાજ કરવા લાગે છે. એટલે કે કોરોનાનો ખતરો હોય તેવી કોઈ વ્યક્તિ એપાર્ટમેન્ટમાં પ્રવેશી શકતી નથી.

બાપ-દીકરીની કમાલ

યોગેશ કુમાર હૉકીના પૂર્વ રાષ્ટ્રીય ખેલાડી છે અને કોચ રહી ચુક્યા છે. યોગેશ કુમારને બાળપણથી જ ટેક્નોલોજીનો ખૂબ શોખ છે. આથી તેઓ હંમેશા નવાં નવાં ઉપકરણોનો પ્રયોગ કરતા રહે છે. યોગેશ કુમારે બિહાર સરકારના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરી રહ્યા છે. યોગેશનું કહેવું છે કે, અત્યારે આપણે બધા ઘરે છીએ તો મેં મારી દીકરી આકાંક્ષાની મદદથી આખા ઘરને કોવિડ 19 પ્રૂફ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આકાંક્ષા ઇલેક્ટ્રોનિક્સમાં બીટેક છે. આ રીતે બાપ અને દીકરીએ મળીને પોતાના આખા ઘરને સુરક્ષિત કર્યું છે.

ભારત સરકારને આઇડિયા આપવામાં આવ્યો

યોગેશ અને આકાંક્ષાના તમામ ડિવાઇઝ સેન્સર ટેક્નોલૉજી પર કામ કરે છે. તેમને ડિવાઇસનો ફાયદો લોકોને મળે તે માટે તેમણે આની જાણકારી ભારત સરકારને મોકલી છે. યોગેશનું કહેવું છે કે દરેક ઘરમાં લોકો આ સામાન્ય ટેક્નોલૉજીનો ઉપયોગ કરે જેનાથી કોવિડ 19 જેવી મહામારીથી બચી શકાય.
First published: May 14, 2020, 11:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading