બિહાર (Bihar)ના કિશનગંજ જિલ્લામાં ધોરણ-7ની અર્ધવાર્ષિક પરીક્ષાના પેપર (bihar school exam class-7 paper)ને લઈને હોબાળો મચ્યો છે. બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલે લીધેલી પરીક્ષામાં કાશ્મીરને એક અલગ દેશ તરીકે (kashmir told separate countryin bihar school exam)નો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેને લઈને ભાજપે (BJP) સીએમ નીતિશ કુમાર (CM Nitish Kumar) પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલે (Sanjay Jaysval) આરોપ લગાવ્યો કે, આ બધું સીમાંચલમાં કેમ થઈ રહ્યું છે. બિહાર સરકાર કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માનતી નથી.
કાશ્મીરને દર્શાવ્યું ભારતથી અલગ
હકીકતમાં પ્રશ્નપત્રમાં પૂછવામાં આવ્યું હતું કે આ દેશોના લોકોને શું કહેવામાં આવે છે, જેમાં ચીન, નેપાળ, ઇંગ્લેન્ડ અને ભારત સાથે કાશ્મીરનો પણ વિકલ્પ આપવામાં આવ્યો હતો. એટલે કે પેપરમાં કાશ્મીરને ભારતથી અલગ અન્ય દેશ તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
ભાજપના આકરા પ્રહારો
પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડો.સંજય જયસ્વાલે આ અંગે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે શુક્રવારે સીમાંચલ ક્ષેત્રની હિન્દી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને હવે આ સાતમા ધોરણનું પ્રશ્નપત્ર, જેમાં પૂછવામાં આવ્યું છે કે નેપાળ, ચીન, ઇંગ્લેન્ડ, હિન્દુસ્તાન અને કાશ્મીરમાં રહેતા વ્યક્તિને શું કહેવામાં આવે છે?
ડો. જયસ્વાલે મંગળવારે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા આરોપ લગાવ્યો હતો કે આ સવાલ જ બતાવે છે કે બિહાર સરકારના સરકારી અધિકારીઓ અને બિહાર સરકાર કાશ્મીરને ભારતનો ભાગ માનતા નથી. તેનો પુરાવો છે સાતમા ધોરણની બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલનું પ્રશ્નપત્ર, જે બાળકોના મનમાં એ વાત મૂકવાનું કામ કરી રહી છે કે જેમ ચીન, ઇંગ્લેન્ડ, ભારત, નેપાળ એક દેશ છે, તેમ કાશ્મીર પણ એક રાષ્ટ્ર છે.
MIM નેતાએ કહી પ્રિન્ટિંગ ભૂલ
એમઆઈએમના નેતા શાહિદ રબ્બાનીનું કહેવું છે કે આ પ્રિન્ટિંગ એક ભૂલ હોઈ શકે છે અથવા તો અધિકારીઓએ કયા ઈરાદાથી આ કામ કર્યું છે તે જાણવું પડશે. જો તે ભૂલથી થયું હશે તો તેને સુધારવામાં આવશે અને જો તે ઈરાદાપૂર્વકનું કૃત્ય હશે તો કડક કાર્યવાહી થવી જોઈએ. આમાં સરકારની કોઈ ભૂમિકા નથી અને તેના પર રાજકારણ ન હોવું જોઈએ.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર