'ભાજપમાં ચાલ્યા જાત તો અમે પણ રાજા હરિશ્ચંદ્ર થઇ જાત'

News18 Gujarati
Updated: April 16, 2019, 5:43 PM IST
'ભાજપમાં ચાલ્યા જાત તો અમે પણ રાજા હરિશ્ચંદ્ર થઇ જાત'
તેજસ્વી યાદવની ફાઇલ તસવીર

નેટવર્ક18 ના ગ્રુપ એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે અમે લોકો પણ જો ભાજપમાં જતા રહ્યા હોત તો અમારી ઉપરના તમામ આરોપો પુરા થઇ જાત. અમે પણ રાજા હરિશ્ચંદ્ર બની જતા, કારણ કે ભાજપમાં જોડાવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહારના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તેજસ્વી યાદવે કહયું છે કે, 'અમારા સમગ્ર પરિવાર ઉપર ભ્રષ્ટચારના જુઠ્ઠા આરોપો મુકવામાં આવ્યા છે. મારી માતા, ભાઈ, સાતેય બહેન-બનેવીઓ ઉપર ખોટા આરોપો મુકવામાં આવ્યા છે. નેટવર્ક18 ના ગ્રુપ એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ વાતચીતમાં તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે અમે લોકો પણ જો ભાજપમાં જતા રહ્યા હોત તો અમારી ઉપરના તમામ આરોપો પુરા થઇ જાત. અમે પણ રાજા હરિશ્ચંદ્ર બની જતા, કારણ કે ભાજપમાં જોડાવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.

આ સાથે રાબડી દેવીએ કહ્યું કે અમારા પરિવારમાં કોઈ કેમ્પ નથી. મીસા ભારતી અહીં જ બેઠી છે અને બધું સાંભળી રહી છે. ઘરમાં કોઈ ફૂટફાટ નથી ! દુશ્મનો ભલે લાખો પ્રયાસ કરે પંરતુ કોઈ અલગ નહિ થાય. આ મામલે તેજસ્વી યાદવે કહ્યું હતું કે, 'આ કોઈ મુદ્દો જ નથી. આ ચૂંટણી દેશને બચાવવા માટે છે, અનામતને બચાવવા માટે છે. પરિવારની વાત પારિવારિક છે, ઘરની વાત ઘરમાં જ રહેવા દો. શું અમે ક્યારેય બીજા કોઈને પૂછ્યું છે કે તેમના ઘરમાં શું થઇ રહ્યું છે ?'

અહીં ક્લિક કરી વાંચોઃ ગુજરાતમાં નવજોત સિદ્ધુની બેટિંગ -'અબ કી બાર, બસ કર યાર'

રાબડી દેવીએ કહ્યું હતું કે, પરિવાર ઉપર જયારે પણ કોઈ પ્રશ્ન ઉભો કરે છે ત્યારે તેજપ્રતાપ સ્વયં જવાબ આપી દે છે અને કહે છે કે, અમે સૌ એક છીએ.

આ પૂર્વે તેજસ્વીએ એવો દાવો કર્યો હતો કે, અમે બિહારની તમામ 40 બેઠકો ઉપર છીએ. અમને 20-20 એમ વહેંચીને મત આપો. ઠીકઠાક છે કે નહિ તેવું પૂછનારને પ્રજા ઠીક કરી નાખવાની છે. મહાગઠબંધન બિહારમાં તમામ 40 બેઠકો ઉપર જીતશે.
First published: April 16, 2019, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading