Home /News /national-international /નર્સે હદ કરી દીધી, જુઓ - Video વેક્સિનની જગ્યાએ ખાલી હવા ભરેલું ઈન્જેક્શન લગાવી દીધુ

નર્સે હદ કરી દીધી, જુઓ - Video વેક્સિનની જગ્યાએ ખાલી હવા ભરેલું ઈન્જેક્શન લગાવી દીધુ

નર્સે રસી ભર્યા વગર ખાલી ઈન્જેક્શન આપી દીધુ

એક યુવકે આ કોવિડ રસી લેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, આ વિડિઓએ હંગામો મચાવી દીધો હતો

છપરા : બિહારના છપરા જિલ્લામાં એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા હતા, જ્યાં રસી લેવા આવેલા એક યુવકને ખાલી ઇન્જેક્શન આપી દેવામાં આવ્યું હતું. હવે આ મામલે આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગે આરોપી નર્સ ચંદા દેવીને તત્કાલીક હટાવી દીધા છે અને તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આરોપી નર્સ ચંદા દેવીએ વિભાગને જણાવ્યું છે કે, તે તેમની માનવીય ભૂલ હતી. વિભાગ હવે તે યુવકને ફરીથી રસીનો પ્રથમ ડોઝ આપશે. બ્રહ્માપુર સ્થિત રસીકરણ કેન્દ્રમાં આ સમગ્ર ઘટના સામે આવી છે.

કાર્યવાહી અંગે માહિતી આપતાં જિલ્લા રસીકરણ અધિકારી ડો.અજયકુમાર શર્માએ જણાવ્યું હતું કે, 48 કલાકમાં સ્પષ્ટતા મળ્યા બાદ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પ્રથમ બાબત આ બાબત માનવીય ભૂલ હોવાનું જણાય છે.

ઉલ્લેખનીય છે કે, છપરામાં એક યુવકે આ કોવિડ રસી લેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, આ વિડિઓએ હંગામો મચાવી દીધો હતો. લોકોએ છોકરાને પૂછ્યું કે, તમને રસી ક્યાંથી લેવામાં આવી હતી, કારણ કે જે કર્મચારીએ રસી તો આપી જ ન હતી. તેણે ખાલી ઇન્જેક્શન આપી દીધુ. વીડિયો વાયરલ થયા પછી, આ યુવક બ્રહ્માપુર વિસ્તારમાં મળી આવ્યો હતો.

" isDesktop="true" id="1108952" >

રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે

આ યુવકનું નામ અઝહર હુસેન છે, જે વીડિયો વાયરલ થયા બાદ પરેશાન છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, રસી આપતી મહિલા માત્ર ઇન્જેક્શન આપી રહી છે. તેમાં રસી ભરવામાં આવી રહી નથી. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી, જિલ્લા રસીકરણ અધિકારી અજયકુમાર શર્માએ જણાવ્યું છે કે, જે છોકરાને રસી નથી મળી તેને ફરી પ્રથમ ડોઝની રસી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ પહેલો કેસ નથી. અગાઉ પણ સમાચાર આવ્યા હતા કે, એક મહિલાને નર્સ દ્વારા બે અલગ-અલગ રસીનાં ડોઝ આપવામાં આવ્યા હતા. જેના કારણે આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
First published:

Tags: Bihar News, Corona vaccine, COVID-19