JP Nadda Interview : જેપી નડ્ડાએ કહ્યું - ખેડૂત, મજૂર નહીં પણ રાજનીતિક પાર્ટીઓ કરી રહે છે સરકારનો વિરોધ

News18 Gujarati
Updated: October 28, 2020, 9:31 PM IST
JP Nadda Interview : જેપી નડ્ડાએ કહ્યું - ખેડૂત, મજૂર નહીં પણ રાજનીતિક પાર્ટીઓ કરી રહે છે સરકારનો વિરોધ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં ઘણી બાબતો પર ખુલીને ચર્ચા કરી

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં ઘણી બાબતો પર ખુલીને ચર્ચા કરી

  • Share this:
નવી દિલ્હી : બિહાર ચૂંટણી (Bihar Elections)વચ્ચે ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janta Party)અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ (Jagat Prakash Nadda) ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલી ઘણી બાબતો પર ખુલીને ચર્ચા કરી હતી. આ ખાસ ઇન્ટરવ્યૂમાં તેજસ્વી યાદવ સહિત મહાગઠબંધનને લઈને પણ વાત કરી હતી.

ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે બિહારની જનતા ઘણી જાગૃત છે અને તે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાનું જાણે છે. નીતિશ જી એ બિહારને વિકાસના પાટા પર લાવવાનું કામ કર્યું છે. નીતિશ કુમાર બિહારનો વિકાસ કરી રહ્યા છે અને તે ઘણા ગંભીર નેતા છે. પ્રધાનમંત્રી મોદીનું માર્ગદર્શન ઘણું મહત્વનું છે. હું બધાને સાથે લઈને કામ કરું છું. અમારે ત્યાં કામ કરવાની રીત આવી છે. દરેક નાની-મોટી વાતમાં અમે ચર્ચા કરીએ છીએ. દરેક ચૂંટણીને ચૂંટણીની જેમ લડુ છું. અમિત શાહ જી ના નેતૃત્વમાં મોટાભાગના રાજ્યોના ચૂંટણીનો ભાર મારા ઉપર રહેતો હતો. મારા માટે દરેક ચૂંટણી એક પડકાર છે.

આ પણ વાંચો - Bihar Election: PM મોદીની રેલીમાં આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ભાજપા અધ્યક્ષે કહ્યું હતું કે તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે તે 10 લાખ નોકરીઓ આપશે. તેમના પિતાજીના સમયમાં 10 લાખથી વધારે પલાયન થયું છે. તેને લાલુ પ્રશંસા સમજતા હતા. હવે તેજસ્વી તેના પર માફી કેમ માંગતા નથી. તેજસ્વી પોલિટિકલ ટૂરિસ્ટ છે, તે ફક્ત ચૂંટણીના સમયે આવે છે.

કાશ્મીર સાથે જોડાયેલા સવાલ પર જેપી નડ્ડાએ કહ્યું હતું કે ચિદમ્બરમ અને મહેબૂબા મુફ્તી ચૂંટણી સમયે આવા મુદ્દા ઉઠાવે છે. જેનો ઉદ્દેશ્ય વોટ બેંકની રાજનીતિ કરવાનો છે.
કૃષિ બિલ પર બીજેપી અધ્યક્ષે કહ્યું હતું કે મજૂર અને ખેડૂત મોદી જી સાથે ઉભો છે. રાજનીતિક પાર્ટીઓ વિરોધ કરી રહી છે. અમારી પાર્ટીમાં બધી વસ્તુ વિચારીને કરવામાં આવે છે.
Published by: Ashish Goyal
First published: October 28, 2020, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading