Bihar Election Result 2020: ચૂંટણી રેલીઓમાં સૌથી વધુ ભીડ ખેંચનારા તેજસ્વી શું બનાવશે સરકાર?

Bihar Election Result 2020: ચૂંટણી રેલીઓમાં સૌથી વધુ ભીડ ખેંચનારા તેજસ્વી શું બનાવશે સરકાર?
તેજસ્વી યાદવે ચૂંટણી રેલીમાં વાયદો કર્યો છે કે તેઓ સત્તામાં આવશે તો 10 લાખ યુવાઓને નોકરી આપશે

તેજસ્વી યાદવે ચૂંટણી રેલીમાં વાયદો કર્યો છે કે તેઓ સત્તામાં આવશે તો 10 લાખ યુવાઓને નોકરી આપશે

  • Share this:
    પટનાઃ હાલ સમગ્ર દેશની નજર બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)ના પરિણામો પર છે. આજે નક્કી થઈ જશે કે બિહારની જનતાએ કોને સૌથી વધુ વોટ આપી સત્તાનું સુકાન સોંપ્યું છે. એક્ઝિટ પોલ્સ (Exit Polls) મુજબ નીતીશ કુમાર (Nitish Kumar) કરતાં તેજસ્વી યાદવ (Tejaswi Yadav)ના નેતૃત્વવાળા મહાગઠબંધન (Mahagathbandhan)ને વધુ સીટો મળી રહી છે. શું એક્ઝિટ પોલ્સના અનુમાન સાચા પડે છે તેનો ફેંસલો પણ આજે થઈ જશે.

    પણ બિહારમાં આ વખતની ચૂંટણીમાં સૌથી અગત્યની અને ધ્યાન ખેંચનારી બાબત રહી તેજસ્વી યાદવની લોકપ્રિયતા. આ વખતે બિહારમાં ચૂંટણી દરમિયાન સૌથી વધુ ચર્ચા રહી આરજેડી નેતા અને લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવની. તેમની ચૂંટણી સભાઓમાં જેટલી ભીડ એકત્ર થઈ અને જે પ્રકારના તેમણે ભાષણો આપ્યા, તેનાથી દરેક વ્યક્તિ માત્ર તેજસ્વી યાદવ વિશે જ વાત કરી રહી છે. જો એક્ઝિટ પોલ્સમાં મહાગઠબંધનને સૌથી વધુ સીટોનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો તેના સૌથી વધુ હકદાર તેજસ્વી યાદવ છે.



    આ પણ વાંચો, Bihar Election Results LIVE: ચોથી વાર CM બનશે નીતીશ કે તેજસ્વીને મળશે સત્તાની કમાન? મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ

    બિહાર ચૂંટણી દરમિયાન સતત એક જ વાત કહેવામાં આવતી રહી કે નીતીશ કુમાર સરકાર માટે સૌથી મોટો પડકાર કે ખતરો લાલુ પ્રસાદ યાદવના નાના દીકરા તેજસ્વી યાદવ જ હોઈ શકે છે. તેજસ્વીએ જ્યાં હંમેશા બિહારમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો, તો બીજી તરફ વાયદો પણ કર્યો કે સરકાર બનતાં જ તેઓ યુવાઓને 10 લાખ નોકરીઓ આપશે. નોંધનીય છે કે લૉકડાઉન લાગુ થયા બાદ બહારના રાજ્યોમાં રોજગારી માટે ગયેલા લાખો બિહારી પોતાના વતન પરત ફર્યા છે અને તેમના માટે રોજગારીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. એવામાં તેજસ્વીના રોજગારી નિર્માણના આ વાયદાને માસ્ટરસ્ટ્રોક પણ માનવામાં આવે છે. પરંતુ અગત્યનું એ છે કે રેલીઓમાં ભીડ એકત્ર કરનારા અને મોટા વાયદા આપનારા તેજસ્વીને શું સરકાર રચી શકશે.

    આ પણ વાંચો, NGTનો મોટો નિર્ણય- ખરાબ એર ક્વોલિટીવાળા રાજ્યોમાં 30 નવેમ્બર સુધી ફટકડા ફોડવા પર પ્રતિબંધ

    એક્ઝિટ પોલ પરિણામ આ પ્રમાણે છે

    - TODAY'S CHANAKYA પોલના મતે NDAને 40-56, મહાગઠબંધનને 169-191 અન્યને 4-12 સીટો મળી શકે છે.- ટાઇમ્સ નાઉ-સી વોટર પોલના મતે NDAને 116, મહાગઠબંધનને 120, LJPને 1 અને અન્યને 6 સીટો મળી શકે છે.

    - રિપબ્લિક ભારત-જનની બાતના સર્વેમાં એનડીએને 91થી 117, મહાગઠબંધનને 118-138, એલપીજીને 5થી 8 અને અન્યને 3-6- એબીપી-સી વોટરના મતે NDAને 104-128, મહાગઠબંધનને 108થી 131, અન્યને 4 થી 8

    - TV9 BHARATVARSH પોલના મતે NDAને 110-120, મહાગઠબંધનને 115-125, LJPને 3-5 અને અન્યને 10-15 સીટો મળી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 10, 2020, 06:29 am