બિહાર ચૂંટણીમાં 65 વર્ષથી વધારે ઉંમરના વોટર્સને નહીં મળે પોસ્ટલ બેલેટની સુવિધા

News18 Gujarati
Updated: July 16, 2020, 11:03 PM IST
બિહાર ચૂંટણીમાં 65 વર્ષથી વધારે ઉંમરના વોટર્સને નહીં મળે પોસ્ટલ બેલેટની સુવિધા
બિહાર ચૂંટણીમાં 65 વર્ષથી વધારે ઉંમરના વોટર્સને નહીં મળે પોસ્ટલ બેલેટની સુવિધા

ચૂંટણી પંચે પહેલા 65 વર્ષથી વધારે ઉંમરના લોકો અને કોરોના દર્દી માટે પોસ્ટલ બેલેટના પ્રયોગનો નિર્ણય કર્યો હતો

  • Share this:
નવી દિલ્હી : ચૂંટણી પંચે (Election Commission)કહ્યું છે કે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માં 65 વર્ષથી વધારે ઉંમરના મતદાતાઓને પોસ્ટલ બેલેટ (Postal Ballot)ની સુવિધા આપવામાં આવશે નહીં. ચૂંટણી પંચ તરફથી આ નિર્ણય કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. સાથે કોરોના વાયરસના દર્દીઓને પણ પોસ્ટલ બેલેટના ઉપયોગની સુવિધા ન મળવાની વાત કહેવામાં આવી છે. આ પહેલા ચૂંટણી પંચે કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે રાજ્યમાં 65 વર્ષથી વધારે વર્ષના લોકો પોસ્ટલ બેલેટથી વોટ કરી શકશે.

ચૂંટણી પંચે જાહેર કરેવી પ્રેસ વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે 65 વર્ષથી વધારે ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને ફરજિયાત ઘરની અંદર રહેવાનું છે. જ્યાં સુધી કોઈ જરૂરી કામ ના હોય ઘરમાંથી બહાર નીકળવાનું નથી. પંચે પહેલા 65 વર્ષથી વધારે ઉંમરના લોકો અને કોરોના દર્દી માટે પોસ્ટલ બેલેટના પ્રયોગનો નિર્ણય કર્યો હતો. કારણ કે લોકો પોતાના અધિકારથી વંચિત રહે નહીં. જોકે હવે વર્તમાન સ્થિતિ જોતા પંચે નિર્ણય કર્યો છે કે આ સુવિધા હવે મળશે નહીં.


આ પણ વાંચો - ભારત માટે 50 કરોડ કોરોના વેક્સીન ડોઝ બનાવવાનું બીડુ આ વ્યક્તિએ ઉઠાવ્યું

વર્તમાન વ્યવસ્થા પ્રમાણે સેના, પેરામિલિટ્રી ફોર્સેસ અને વિદેશોમાં કામ કરી રહેલા સરકારી કર્મચારી સહિત ચૂંટણીની ડ્યૂટીમાં રહેલા કર્મીઓને પોસ્ટલ બેલેટનો અધિકાર પ્રાપ્ત છે. ગત વર્ષે કાનૂન મંત્રાલયે 80 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધ અને દિવ્યાંગોને પણ પોસ્ટલ બેલેટથી વોટ આપવાની સુવિધા આપી હતી.
Published by: Ashish Goyal
First published: July 16, 2020, 11:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading