Today's Chanakya Exit Poll: ટુડેઝ ચાણક્યનો દાવો RJD+ ના ખાતામાં 180 સીટો, JDUના સૂપડા સાફ

ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મતે આ વિધાનસભા ચૂંટણીમાં જનાતાએ એનડીએ ગઠબંધનને નકાર દીધું છે. આરજેડી લોકોની પ્રથમ પસંદ બની છે

ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મતે આ વિધાનસભા ચૂંટણીમાં જનાતાએ એનડીએ ગઠબંધનને નકાર દીધું છે. આરજેડી લોકોની પ્રથમ પસંદ બની છે

  • Share this:
    પટના/નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીના (bihar elections 2020) ત્રીજા અને અંતિમ તબક્કામાં 15 જિલ્લાની 78 સીટો પર વોટિંગ ખતમ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજીત 54 ટકાની આસપાસ વોટિંગ થયું છે. મતદાનની પ્રક્રિયા પુરી થતાની સાથે જ એક્ઝિટ પોલ (Bihar Election Exit Polls)આવવાના શરૂ થઈ ગયા છે. બિહારમાં કોની સરકાર બનશે તેના પર ટુડેઝ ચાણક્ય એક્ઝિટ પોલ (Today's Chanakya Exit Poll)ના મતે બિહાર ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી રહ્યો છે. ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મતે આ વિધાનસભા ચૂંટણીમાં જનતાએ એનડીએ ગઠબંધનને નકાર દીધું છે. આરજેડી લોકોની પ્રથમ પસંદ બની છે. પોલના મતે જેડીયૂ+ 34 ટકા, આરજેડી+ 44 ટકા અને અન્ય 22 ટકા વોટ મળશે. ટુડેઝ ચાણક્યના દાવા પ્રમાણે RJD+ ના ખાતામાં 180 સીટો બતાવી છે. JDUના સૂપડા સાફ થયા છે.

    બીજી તરફ ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં બીજેપી માટે સારા સમાચાર છે. ઓલ ઇન્ડિયા ટુડેના એક્સિસ એક્ઝિટ પોલના આંકડાનું માનવામાં આવે તો ગુજરાતમાં ભાજપા 49 ટકા વોટ શેર સાથે 6-7 સીટ જીતી શકે છે. રાજ્યમાં કાંગ્રેસ 40 ટકા વોટ શેર સાથે એક સીટ જીતી શકે છે. પોલ પ્રમાણે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ બીજેપીની સ્થિતિ સારી છે.

    એક્ઝિટ પોલ પરિણામ

    - TODAY'S CHANAKYA પોલના મતે NDAને 40-56, મહાગઠબંધનને 169-191 અન્યને 4-12 સીટો મળી શકે છે.

    - ટાઇમ્સ નાઉ-સી વોટર પોલના મતે NDAને 116, મહાગઠબંધનને 120, LJPને 1 અને અન્યને 6 સીટો મળી શકે છે.

    - રિપબ્લિક ભારત-જનની બાતના સર્વેમાં એનડીએને 91થી 117, મહાગઠબંધનને 118-138, એલપીજીને 5થી 8 અને અન્યને 3-6

    - એબીપી-સી વોટરના મતે NDAને 104-128, મહાગઠબંધનને 108થી 131, અન્યને 4 થી 8

    - TV9 BHARATVARSH પોલના મતે NDAને 110-120, મહાગઠબંધનને 115-125, LJPને 3-5 અને અન્યને 10-15 સીટો મળી શકે છે.





    સટીક વિશ્લેષણ માટે જાણીતા ટુડેઝ એક્ઝિટ પોલ દ્વારા તમે અંદાજ લગાવી શકો છો કે બિહારની જનતા કોના પર વિશ્વાસ કરી રહી છે. સાથે કઇ પાર્ટી સત્તા પર આવશે. જોકે એક્ઝિટ પોલ બિહાર વિધાનસભા ચૂંટણીના સટિક પરિણામ નથી. બિહારમાં કોણ સરકાર બનાવશે તેની ખબર 10 નવેમ્બરે (Bihar election result date 2020) પડશે.

    આ પણ વાંચો - કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું - ગુજરાતની જનતા છેલ્લા 25 વર્ષથી ભાજપા સરકારથી પરેશાન છે

    2015ની વિધાનસભા ચૂંટણીમાં આરજેડીને સૌથી વધારે 80 સીટો પર જીત મળી હતી. બીજા નંબરે નીતિશ કુમારની પાર્ટી જેડીયૂ રહી હતી. જેમને 71 સીટો મળી હતી. બીજેપીને 54, કોંગ્રેસને 27, એલજેપીને 2, આરએલએસપીને 2, હમને 1 અને અન્યના ભાગમાં 7 સીટો આવી હતી.
    Published by:Ashish Goyal
    First published: