ચીન મુદ્દે રાજનાથ સિંહનો કોંગ્રેસને જવાબ, કહ્યું - મેં ખુલાસો કર્યો તો ચહેરો બતાવવો મુશ્કેલ થઈ જશે

રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યું - હું રક્ષા મંત્રી હોવાના નાતે છાતી ઠોકીને કહુંવા માંગું છું કે આપણી સેનાના જવાનોએ આ વખતે જે શોર્ય અને પરાક્રમનો પરિચય આપ્યો છે દેશનું માથું ગર્વથી ઉચું ઉઠે છે

 • Share this:
  પટના : બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections 2020) માટે પ્રચાર પૂરજોશમાં છે. આ વખતે ચૂંટણી પ્રચારમાં ચીનનો મુદ્દો ઘણો છવાયેલો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ચીની સેનાના ભારતીય સરહદમાં પ્રવેશના આરોપ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)જવાબ આપ્યો છે. શનિવારે પટનામાં આયોજીત એનડીએની રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે જો મેં ખુલાસો કરી દીધો તો ચહેરો બતાવવો મુશ્કેલ થઈ જશે.

  રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આજે કેટલીક પાર્ટીઓના નેતાઓ દ્વારા, કોંગ્રેસ દ્વારા આપણી સેનાના જવાનોના શોર્ય અને પરાક્રમ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવે છે કે ચીને આવીને 1200 વર્ગ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. જો ખુલાસો મેં કર્યો તો ચહેરો બતાવવો મુશ્કેલ બની જશે.

  આ પણ વાંચો - ગોવાના CM પ્રમોદ સાવંતે કહ્યું - ભગવાન મુખ્યમંત્રી બની જાય તો પણ બધાને નોકરી ના મળી શકે

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા રાજનાથ સિંહે 1962ના ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તમે ભણેલા ગણેલો લોકો છે. 1962થી લઈને 2013 સુધીનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લો. હું રક્ષા મંત્રી હોવાના નાતે છાતી ઠોકીને કહુંવા માંગું છું કે આપણી સેનાના જવાનોએ આ વખતે જે શોર્ય અને પરાક્રમનો પરિચય આપ્યો છે દેશનું માથું ગર્વથી ઉચું ઉઠે છે.  ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી જે પણ રેલીને સંબોધિત કરે છે તેમાં દાવો કરે છે કે ચીન ઘણા વર્ગ કિલોમીટર સુધી ભારતીય સરહદમાં ઘુસી આવ્યું છે.
  Published by:Ashish Goyal
  First published: