Bihar Election Results 2020: ચૂંટણી પરિણામોની વચ્ચે પ્રશાંત કિશોર કેમ છે ચર્ચામાં?

Bihar Election Results 2020: ચૂંટણી પરિણામોની વચ્ચે પ્રશાંત કિશોર કેમ છે ચર્ચામાં?
શું તેજસ્વી યાદવની રણનીતિ પાછળ છે પ્રશાંત કિશોરનો હાથ? જુલાઈથી સોશિયલ મીડિયા પર કેમ એક્ટિવ નથી?

શું તેજસ્વી યાદવની રણનીતિ પાછળ છે પ્રશાંત કિશોરનો હાથ? જુલાઈથી સોશિયલ મીડિયા પર કેમ એક્ટિવ નથી?

 • Share this:
  પટનાઃ 20 જુલાઈ 2020…આ એ તારીખ છે જ્યારે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishore)એ પોતાનું છેલ્લું ટ્વીટ કર્યું હતું. તેમાં તેઓએ કોરોના વાયરસ (COVID-19)ના ખતરાથી ચેતવ્યા હતા અને રાજનીતિ પર કોઈ વાત નહોતી કરી. સૌથી ખાસ વાત એ રહી કે ત્યારબાદ પણ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election)ને લઈ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ સતત રહી પરંતુ મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar)થી છુટા પડ્યા બાદ બિહારને બદલી દેવાનો દવો કરનારા પ્રશાંત કિશોર તરફથી કોઈ હલચલ જોવા ન મળી. સ્થિતિ એવી રહી કે તેઓ સોશિયલ મીડિયા (Social media) ઉપર પણ એક્ટિવ નથી રહ્યા.

  બિહારના રાજકારણને જાણકારનો મત છે કે પ્રશાંત કિશોર માટે બિહારમાં રાજનીતિનો આધાર જ નીતીશ કુમાર અને તેમની વિકાસવાદી રાજનીતિ રહી હતી. આ જ કારણ હતું કે બિહારમાં બહાર હૈ, નીતીશ કુમાર હૈ. ગત વિધાનસભા ચૂંટણીમાં બિહારી વાતચીતની શૈલીમાં બનેલું આ સ્લોગન પીકેની મગજની ઉપજ હતું. પરંતુ કેટલાક મહિનાથી બિહારથી અચાનક તેઓનું ગાયબ થઈ જવું, ચર્ચાનો વિષય બની ગયો છે.  પીકેનો રાજકીય આધાર હતા નીતીશ

  રાજકારણને જાણકારા કહે છે કે તેમની દરેક નીતિમાં પણ માત્રને માત્ર નીતીશ જ નીતીશ હતા. હવે જ્યારે નીતીશ સાથે જ છેડો ફાડી દીધો તો બીજા ચહેરાને પ્રમોટ કરવાની કવાયત પણ કરી, પરંતુ મહાગઠબંધનમાં એકજૂથતાનો અભાવ રહ્યો અને કુશવાહા, માંઝી અને સહની જતા રહેતા પ્રશાંત કિશોરે પોતાને બિહારની લડાઈથી પાછળ હટાવી દીધા.

  આ પણ વાંચો, તેજસ્વી યાદવે RJD નેતાઓને આપી સૂચના, PM મોદી વિરુદ્ધ ‘એલફેલ’ ભાષા ન બોલે

  શું તેજસ્વીની રણનીતિ પાછળ છે પીકે?

  જોકે એક ચર્ચા એવી પણ છે કે આ વખતની ચૂંટણીમાં પણ તેજસ્વીની પીઢ રાજનીતિ પાછળ પીકે હોવાનું કહેવાય છે, પરંતુ આ વાતની પુષ્ટિ તો નથી થઈ શકી. એ વાત સ્પષ્ટ છે કે તેજસ્વી યાદવના નેતૃત્વમાં જે પ્રકારથી મહાગઠબંધને લડાઈ લડી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે ચૂંટણી રણનીતિ ખૂબ જ ઊંડી તૈયાર કરવામાં આવી છે. એવામાં પીકેએ તેજસ્વીને સલાહ ન આપી હોય, એના વિશે પણ કંઈ કહી ન શકાય.

  આ પણ વાંચો, શત્રુઘ્ન સિન્હાના નામે પણ નહીં જીતી શકે લવ સિન્હા? રાજકીય શરૂઆતમાં જ રહ્યા પાછળ

  બિહારના રાજકીય વિમર્શમાં પીકેની ઉપસ્થિતિ

  આ દરમિયાન ચર્ચા એવી પણ ચાલી રહી છે કે બિહારની ચૂંટણીની ગરમાગરમીની વચ્ચે પ્રશાંત કિશોર કોરોના લૉકડાઉન દરમિયાન જ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસના મિશન બંગાળ માટે રવાના થયા હતા. મૂળે બિહાર ચૂંટણી બાદ એનડીએ કેમ્પ માટે બંગાળની ચૂંટણી ખૂબ જ અગત્યની છે, એવામાં પ્રશાંત કિશોરની વ્યસ્તતા ત્યાં હોવાનું કહેવાય છે. પણ એ સ્પષ્ટ છે કે બિહારના વિમર્શમાં હજુ પણ પીકેની ઉપસ્થિતિ છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 10, 2020, 11:54 am