Bihar Election Results 2020: છેલ્લા 15 વર્ષમાં નીતિશ કુમારની પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન, શું CM બનશે?

Bihar Election Results 2020: છેલ્લા 15 વર્ષમાં નીતિશ કુમારની પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન, શું CM બનશે?
રુઝાનો અને પરિણામોમાં ખાસ વાત એ છે કે આ વખતે રાજ્યમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે

રુઝાનો અને પરિણામોમાં ખાસ વાત એ છે કે આ વખતે રાજ્યમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે

  • Share this:
    નવી દિલ્હી : બિહાર વિધાનસભામાં વોટની (Bihar Election Results 2020 ) ગણતરી થઈ થઈ રહી છે. તાજા રુઝાનના મતે NDA સૌથી આગળ ચાલી રહી છે. જ્યારે બીજા નંબરે મહાગઠબંધન છે. જો રુઝાન પરિણામોમાં ફેરવાશે તો એમ લાગી રહ્યું છે કે ફરી એક વખત એનડીએની સરકાર બની રહી છે. રુઝાનો અને પરિણામોમાં ખાસ વાત એ છે કે આ વખતે રાજ્યમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. બીજેપી હાલ 70થી વધારે સીટો પર આગળ છે. જ્યારે બીજા નંબરે આરજેડી છે. નીતિશ કુમારની (Nitish Kumar)પાર્ટી ત્રીજા નંબરે આવી ગઈ છે. જો રુઝાનોને યોગ્ય માને તો જેડીયુ 50થી ઓછી સીટો પર આવી જશે. આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા 15 વર્ષોમાં નીતિશની પાર્ટીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે.

    JDUનું સૌથી ખરાબ પ્રદર્શન



    એવું લાગી રહ્યું છે કે માર્ચ 2000માં બિહારની ગાદી સંભાળનાર નીતિશ કુમારની લોકપ્રિયતા હવે ઘટી રહી છે. જેથી તેમની પાર્ટીની પકડ જનતા વચ્ચે નબળી થઈ રહી છે. આંકડા પર નજર કરવામાં આવે તો 2005ની ફેબ્રુઆરીમાં થયેલી ચૂંટણીમાં નીતિશની પાર્ટીને 55 સીટો પર જીત મળી હતી. આ પછી ઓક્ટોબર 2005ની ચૂંટણીમાં જેડીયુને 88 સીટો પર ધમાકેદાર જીત મળી હતી. તે સમયે રાજ્યમાં નીતિશની પાર્ટી સીટોના મામલે પ્રથમ નંબરે રહી હતી. 2010ની ચૂંટણીમાં JDUએ પોતાની સીટોની સંખ્યા વધારીને 115 કરી લીધી હતી. 2015માં JDUને 71 સીટો પર જીત મળી હતી. ગત ચૂંટણીમાં નીતિશે લાલુ યાદવની પાર્ટી આરજેડી સાથે હાથ મિલાવ્યો હતો.

    આ પણ વાંચો - Bihar Chunav Result: પુષ્પમ પ્રિયા ચૌધરીએ કહ્યું - EVM હેક કરી NDAને ટ્રાન્સફર થઈ રહ્યા છે વોટ, BJP પર લગાવ્યો આરોપ

    શું થશે નીતિશ કુમારનું?

    બિહારમાં બીજેપી અને જેડીયુ વચ્ચે સીટોને લઈને લાંબા સમય સુધી ખેંચતાણ ચાલી રહી છે. નીતિશને સીએમ બનાવવાની જાહેરાત એનડીએ ગઠબંધન પહેલા જ કરી ચૂક્યું છે. જેથી એનડીએને જીત મળશે તો તેમને બિહારની કમાન આપવામાં આવશે. જોકે એ નક્કી છે કે નીતિશ માટે રસ્તો આસાન રહેશે નહીં. સૌથી વધારે સીટો પર જીત મળવાથી બીજેપીના ઘણા નેતા નીતિશના સીએમ પદની દાવેદારીને લઈને સવાલ ઉઠાવી શકે છે. આવામાં એ જોવું રસપ્રદ રહેશે કે નીતિશ ફરીથી કેટલા દિવસો સુધી બિહારની સત્તા સંભાળશે.

    ગત દિવસોમાં ચૂંટણી રેલીમાં નીતિશે નિવૃત્તિની જાહેરાત કરી હતી. એક રેલીમાં તેમણે કહ્યું હતું કે તમે જાણી લો આજે ત્રીજા ચરણના પ્રચારનો અંતિમ દિવસ છે. હવે પરમ દિવસે ચૂંટણી છે આ મારી અંતિમ ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. નીતિશની આ વાતો પછી ઘણા પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે.
    Published by:Ashish Goyal
    First published:November 10, 2020, 16:45 pm