પટનાઃ વર્ષ 2015માં બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2015)માં એક્ઝિટ પોલ્સ (Exit Polls) જનતાનો મૂડ જાણવામાં નિષ્ફળ રહ્યા હતા. તે વર્ષે બીજેપીએ જેડીયૂને છોડીને બીજી પાર્ટીઓની સાથે ચૂંટણી લડી હતી. જ્યારે નીતીશ કુમાર (Nitish Kumar) મહાગઠબંધન સાથે જોડાઈ ગયા હતા. એક્ઝિટ પોલ્સના અનુમાન બીજેપીને વિજેતા કહી રહ્યા હતા, જ્યારે પરિણામ તેનાથી ઉલટું આવ્યું હતું. જેડીયૂ, આરજેડી અને કૉંગ્રેસે મહાગઠબંધન (Mahagathbandhan) બનાવીને બીજેપીને પછડાટ આપી હતી.
સુશાસનના નામ પર અને જંગલરાજને ખતમ કરવાના વાયદા સાથે જેડીયૂના નેતા નીતીશ કુમાર વર્ષ 2005માં સત્તામાં આવ્યા હતા, તો બીજી ચૂંટણીમાં પણ જનતાએ તેમને સાથ આપ્યો હતો. જોકે ત્યારબાદ બીજેપી સાથે તણાવ સામે આવવા લાગ્યો અને જેડીયૂએ લાલુ યાદવની પાર્ટી આરજેડીની સાથે મહાગઠબંધન બનાવી દીધું હતું.
આ પણ વાંચો, Bihar Election Result 2020: ચૂંટણી રેલીઓમાં સૌથી વધુ ભીડ ખેંચનારા તેજસ્વી શું બનાવશે સરકાર?
2015ની વિધાનસભા ચૂંટણીમાં આરજેડીએ 80 સીટો જીતી. તેનો અર્થ એ હતો કે હવાની દિશા લાલુની પાર્ટી તરફ હતી. નીતીશની પાર્ટી જેડીયૂ પણ 71 સીટો જીતવામાં સફળ રહી. કૉંગ્રેસે પણ આ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરતાં 27 સીટો જીતી.
બીજી તરફ એનડીએ હેઠળ બીજેપીને 53 વોટ મળી શક્યા હતા. આ પરિણામ પોલથી સંપૂર્ણપણે વિપરિત હતા. પોલ મુજબ એનડીએ બહુમત મેળવવાની હતી. ત્યાં સુધી કે આ વખતે પાર્ટી ઓફિસમાં મીઠાઈઓ પણ તૈયાર થઇ ચૂકી હતી અને કાઉન્ટિંગ પહેલા જ ફટાકડા પણ ફુટવા લાગ્યા હતા. પરંતુ પરિણામ આવ્યા તો એક્ઝિટ પોલ ખોટા પુરવાર થયા. જેટલી સીટો એનેડીએને આપવામાં આવી રહી હતી એટલી નીતીશની આગેવાનીમાં મહાગઠબંધને જીતી લીધી હતી.
આ પણ વાંચો, Bihar Election Results LIVE: ચોથી વાર CM બનશે નીતીશ કે તેજસ્વીને મળશે સત્તાની કમાન?
આ જ કારણ છે કે આ વખતે એક્ઝિટ પોલના આંકડાઓને લઈને પાર્ટીઓમાં ઘણી આશંકાઓ છે. તેજસ્વીના નેતૃત્વમાં આરજેડી ઉત્સાહિત છે કારણ કે પરિણામ તેમના પક્ષમાં હશે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે વર્ષ 2015ની ચૂંટણીમાં થયેલા ઉલેટફેરને જોતાં સાવચેતી રાખવામાં આવી રહી છે. તેજસ્વીએ પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે છે કે તે ઉજવણી ન કરે. બીજી તરફ આ વાત નીતીશના પક્ષમાં જઈ શકે છે કે કદાચ એક્ઝિટ પોલ્સના અનુમાન ખોટા સાબિત થઈ જશે.
Published by:Mrunal Bhojak
First published:November 10, 2020, 07:43 am